<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદના કારણે વૌવા ગામે વરસાદી પાણીમાં ફસાયેલા ૨૭ લોકોનું SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયુ

પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, SDRFની ટીમ સહિત જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા રાહતની કામગીરી તાત્કાલિક શરૂ

(જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૯ : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. 

જે અંતર્ગત પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, SDRFની ટીમ સહિત જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા રાહતની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી. ઉપરાંત ભારે વરસાદના કારણે ખાસ કરીને સાંતલપુર તાલુકાના વૌવા ગામે નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા  SDRFની ટીમ દ્વારા જ ૨૭ લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે.

(4:06 PM IST)