<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

સરદાર પટેલના સપનાનું ભારત બનાવવા ગુરૂવારથી સરદાર સન્માન યાત્રા

સુરતમાં બારડોલીથી પ્રારંભ થશેઃ સોમનાથ મહાદેવના સ્‍વનિધ્‍યમાં વિરામ લેશે : ૩પપ ગામોને આવરી લેવાશે

રાજકોટ, તા. ૯ :  સરદાર વલ્લભભાઇ પટેલની ૧પ૦ મી જન્‍મજયંતિ નિમિત્તે સરદાર સન્‍માન યાત્રાનું ભવ્‍ય આયોજન કરાયુ છે. આગામી ૧૧ સપ્‍ટેમ્‍બર બારડોલીથી શરૂ થનાર યાત્રા રર તારીખે સોમનાથમાં પૂર્ણ થશે.

૧ર દિવસની યાત્રામાં ૧૮ જિલ્લા ૬ર તાલુકા અને ૩પપ ગામને આવરી લેવાશે. ક્ષત્રિય -પાટીદારના મતભેદ વચ્‍ચે ગોંડલમાંથી પણ સરદાર સન્‍માન યાત્રા પસાર થશે.

વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન સાથે પાટીદાર નેતાઓ પણ યાત્રામાં જોડાશે. સરદાર પટેલના સપનાનું ભારત બનાવવા માટે જે ગામમાંથી યાત્રા નીકળશે ત્‍યાં વૃક્ષોરોપણ કરવામાં આવશે.

આગામી સરદાર સન્‍માન યાત્રાના ભવ્‍ય સ્‍વાગત અને આયોજનના ભાગરૂપે ગોંડલ શહેરમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બારડોલીની કર્મભૂમિથી સોમનાથની ધર્મભૂમિ સુધી આયોજિત આ યાત્રાના સુચારુ આયોજન માટે  જી.પી. વસ્‍તરપરા ચેરિટેબલ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ ગોપાલભાઈ વસ્‍તરપરા ચમારડીના વડપણ હેઠળ શહેરના સામાજિક આગેવાનોની એક મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

કર્મથી ધર્મઁ સુધીના ઉદ્દેશ્‍ય અને સંકલ્‍પની યાત્રા યાત્રાના મુખ્‍ય આયોજક ગોપાલભાઈ ચમારડીએ આ યાત્રાના ઉદ્દેશ્‍ય પર પ્રકાશ પાડતા જણાવ્‍યું કે, આ યાત્રા કર્મથી ધર્મ સુધીની યાત્રા છે. સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલી હતી અને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની પ્રતિજ્ઞા એ તેમનો ધર્મ હતો. તેમણે ઉમેર્યું કે, આ યાત્રાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સરદાર સાહેબના વિચારોને ઘર-ઘર સુધી પહોંચાડવાનો અને આવનારી પેઢી આવા મહાપુરુષોના બલિદાનને ભૂલી ન જાય તે સુનિヘતિ કરવાનો છે.

ગોપાલભાઈ ચમારડીએ વધુમાં જણાવ્‍યું કે, તેમની સંસ્‍થાએ દેશભરમાં સરદાર પટેલની ૫૦૦૦ પ્રતિમા સ્‍થાપિત કરવાનો સંકલ્‍પ લીધો છે, જેમાંથી અત્‍યારસુધીમાં ૨૩૦૦ પ્રતિમા ગુજરાત, મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાનમાં સ્‍થાપિત થઈ ચૂકી છે.

યાત્રા દરમિયાન સુરક્ષા વ્‍યવસ્‍થા આ યાત્રા રાજ્‍યના ૧૮ જિલ્લા, ૬૫ તાલુકા અને ૩૫૫ ગામડાઓમાંથી પસાર થવાની હોવાથી, તેની સુરક્ષા વ્‍યવસ્‍થા અત્‍યંત મહત્‍વપૂર્ણ બની રહેશે. જી.પી. વસ્‍તરપરા ચેરિટેબલ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ ગોપાલભાઈ ચમારડીના માર્ગદર્શન હેઠળ, યાત્રાના સમગ્ર રૂટ પર સ્‍થાનિક પોલીસ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્‍યું છે. દરેક જિલ્લા અને તાલુકામાં યાત્રા પસાર થાય ત્‍યારે પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવશે.

આ ઉપરાંત, યાત્રા સાથે સ્‍વયંસેવકોની ટુકડી પણ સુરક્ષા અને વ્‍યવસ્‍થા જાળવવા માટે કાર્યરત રહેશે. સંભવિત ટ્રાફિક વ્‍યવસ્‍થાપન અને ભીડ નિયંત્રણ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવશે. (૯.૩ર)

(3:30 PM IST)