તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટર પદે ગુજરાત કેડરના IPS મનોજ શશીધરની નિમણૂંક
રાજકોટના પૂર્વ રેન્જ વડા અને કાર્યદક્ષ સિનિયર IPS ને બઢતી, દેશ લેવલનું સેકન્ડ નંબરનું પદ મળતા શુભેચ્છકોમાં હર્ષ

રાજકોટ, તા.૯: મૂળ ગુજરાત કેડરના અને રાજકોટ રેન્જ વડા સહિત સૌરાષ્ટ્રમાં વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂકેલા ૧૯૯૪ બેચના કાર્યદક્ષ અને ગુજરાતના ગૌરવ જેવા શ્રી મનોજ શશીધરની CBI ના સ્પેશ્યલ ડાયરેક્ટર પદે પસંદગી થતા રાજ્ય પોલીસ તંત્ર સહિત વિશાળ શુભેચ્છકોમા હર્ષની લાગણી ફેલાવા પામી છે.
રાજકોટ રેન્જ ig તરીકેના કાર્યકાળ દરમિયાન સુરેન્દ્ર નગર જીલ્લા વગેરેમાં જે ગેર કાયદે માઈનિંગ પદ્ધતિ ચાલતી તે પર જડબેસલાક બ્રેક લગાવેલ.
વિવિધ શહેરના માથાભારે તત્વો વિરુદ્ધ કાયદાનો દંડો ઉગામી કંટ્રોલમાં રાખેલ.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી, અમરેલી વિગેરે સ્થળે પ્રસંશનીય કામગીરી સાથે પડકારજનક કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી.
વડા પ્રધાન બંદોબસ્તમાં તેમની માસ્ટરી હતી, આતંકવાદી પ્રવળતિઓ, સ્લીપર સેલ પર લગામ મૂકવા પ્રયત્નશીલ રહેલ.
દેશની તત્કાલીન પરિસ્થિતિ અંતગર્ત કાર્યદક્ષ અને કાબિલ ips અધિકારીની સીબીઆઈમાં ખૂબ જરૂર હોવાથી તેમને ગુજરાતથી એડી.ડીજી લેવલે એડિશનલ ડિરેક્ટર તરીકે ડેપ્યુટેશન પર મૂકવામાં આવેલ.
આ સ્થાન દરમિયાન હાઈ પ્રોફાઇલ કેસમાં તેમને તમામ પુરાવાઓ સાથે પરિણામલક્ષી કામગીરી કરી બતાવતા હવે સ્પેશયલ ડાયરેક્ટર અર્થાત સ્ટેટની દૃષ્ટિએ ડીજીપી લેવલે બઢતી મેળવી છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
