<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ફરજિયાત હેલ્‍મેટથી પ્રજાને પરેશાની ન થાય તે જોજોઃ રાજકોટના ધારાસભ્‍યોની રજુઆત

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૯: રાજકોટમાં હેલ્‍મેટના ફરજિયાત મુદે તંત્ર દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવે છે તેમાં સુધારો કરવાની જરૂરીયાત પર ભાર મુકવા રાજકોટના ધારાસભ્‍ય ઉદય કાનગડ સહિત રાજકોટના તમામ ધારાસભ્‍યો દ્વારા ગૃહમંત્રીને રજુઆત કરી છે.

પ્રજાને હેરાનગતિ ન થાય તે બાબતે ધ્‍યાન દોરવામાં આવ્‍યું છે.

હેલ્‍મેટ સુરક્ષાનું માધ્‍યમ છે પણ કડકાઇથી પાલન કરવું યોગ્‍ય નથી. પોતાની સુરક્ષા માટે લોકોએ હેલ્‍મેટ પહેરવું જરૂરી છે. લોકોમાં જાગૃતિ લાવવી રાજકોટમાં સોૈરાષ્‍ટ્રની એક તાસીર છે. આ પ્રકારનો અમલ થાય તે જનતાને અમલ કરવો કઠોર પડે છે.

 

(3:28 PM IST)