તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
અનિરૂધ્ધસિંહ બાદ રાજદિપસિંહની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી
ગોંડલ તાલુકાના રીબડાના અમિત ખૂંટ આપઘાત પ્રકરણ : મૃતક યુવકની સુસાઈડ નોટમાં આરોપીનું ગુન્હાહિત કૃત્ય ખુલે છેઃ ગંભીર ગુન્હો છેઃ હાઈકોર્ટનો આદેશ

રાજકોટ, તા.૯: ગોંડલ તાલુકાના રીબડાનાં અમિત દામજીભાઈ ખુંટનાં આપઘાત પ્રકરણમાં રાજદિપસિંહ અને પિતા અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા સહિત બંનેની સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજીના મંજુર કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ રીબડાનાં અમિત ખુંટ સામે રાજકોટનાં એ ડીવીઝન પોલીસ મથકમા દુષ્કર્મની ફરીયાદ નોંધાય હોય જેનાં બીજા જ દીવસે અમિત ખુંટે આપઘાત કરી લીધો હતો અમિતે આપઘાત પુર્વે લખેલી પાંચ પાનાની સ્યુસાઇડ નોટમા રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદિપસિંહ દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર યુવતી સહીતના નામ આપ્યા હોય જે તમામ વિરુધ્ધ ગોંડલ તાલુકા પોલીસમા આપઘાત માટે મજબુર કરવા અંગેનો ગુનો નોંધાયો હતો.તપાસમા જુનાગઢનાં રહીમ મકરાણીનુ નામ પણ ખુલ્યુ હતુ. આ ઘટનામા અનિરૂધ્ધસિંહ જાડેજા અને પુત્ર રાજદિપસિંહના સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી. બાદ રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ સેશન્સ કોર્ટના હુકમથી નારાજ થઈ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલમાં મળતકે આરોપીઓ સામે અવાજ ઉઠાવ્યો એટલે, તેને દુષ્કર્મ અને પોક્સોના ખોટા કેસમાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ફસાવી દેવામાં આવ્યો હતો. ચાર્જશીટ મુજબ, અનિરૂધ્ધસિંહ જાડેજાએ. જૂનાગઢવાળા રહીમ મકરાણીનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં સંડોવાયેલો આરોપીએ રહીમ મકરાણીનો ડ્રાઈવર છે. આ કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાની સાથે રહીમ મકરાણી અને અતા ઉલા પણ ભાગેડુ છે. આરોપી રાજદીપસિંહ સહિતના આરોપીઓના ગુનાહિત કળત્યનો પર્દાફાશ મળતકના હાથે લખાયેલી સ્યુસાઈડ નોટમાં થઇ જાય છે, જે પરથી આરોપીઓ વિરળધ્ધ ખૂબ જ ગંભીર પ્રકારનો પ્રથમદર્શનીય ગુનો બનતો હોઈ તેમ જ કેસની તપાસ ચાલુ હોઈ આરોપીને આ તબક્કે કોઈપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી. કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ હાઇકોર્ટે આજે આરોપી રાજદીપસિંહના આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. (રર.૧૮)
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
