News of Tuesday, 9th September 2025
ઓપરેશન સિંદૂર અને જીએસટી દરોમાં ક્રાંતિકારી સુધારાઃ વડાપ્રધાનને અભિનંદન આપતો પ્રસ્તાવ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ આજે ૧૨ વાગે ગ્રહની કામગીરીનો આરંભ થશે.જેમાં પ્રથમ કલાક દરમ્યાન પ્રશ્નોતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં નાણા, ઉર્જા અને પેટ્રોલીયમ, ઉદ્યોગ, જળસંપતિ અને પાણી પૂરવઠા, ગ્રાહક સુરક્ષા વગેરે વિભાગના પ્રશ્નો હાથ ધરવામાં આવશે.
પ્રશ્નોતરી સમય પૂર્ણ થયા બાદ સરકારી કામ હાથ ધરવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા ભારતીય સેનાએ તાજેતરમાં ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો હતો. આ માત્ર સૈન્ય કાર્યવાહી નહી પરંતુ ત્રાસવાદ આંતકવાદ સામેના દાયકાઓના આપણા લાંબા નિર્ણાયક સંઘર્ષમાં નિર્ણાયક અને ઐતિહાસિક મોડ હતો.
ભારતના સૈન્યની તાકાત તથા રાજનૈતિક કુનેહ અને નૈતિક તાકાતના સમન્વયની ત્રાસવાદ સામે એક જુથ થઇને ધરાયેલુ આ ઓપરેશન સિંદૂર ભારત માટે એક નિર્ણાયક વિજયને તેવો પ્રસ્તાવ રજુ થશે.
ઉપરાંત અગત્યની બાબત નાણાંમત્રી કનુભાઇ દેસાઇ દ્વારા કેન્દ્ર સરકારે દિવાળીએ દેશ વાસીઓને જીવન જરૂરીયાતની વસ્તુઓ ઉપરના જી.એસ.ટી. દરોમાં રાહત મળશે. તેવી કરેલ જાહેરાત અંગે પ્રસ્તાવ રજુ કરવામાં આવશે.
તા.૩/૯/૨૦૨૫ના રોજ પડતી જી.એસ.ટી કાઉન્સીલની બેઠકમાં સામાન્ય નાગરિકો, નાના વેપારીઓ અને ઉદ્યોગોને લાભકારી થાય એ રીતે જી.એસ.ટી માળખામાં સુધારા સૂચવાય જે ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૫થી લાગુ પડશે.
આ સુધારાઓમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ, ખેતી અને આરોગ્ય વિષયક, શિક્ષણ, ઓટો, બાઇક અને ઇલેકટ્રોનિક સાધનો સહિત રોજ બરોજને ર્સ્પશતી તમામ વસ્તુઓમાં આવરી લેવામાં આવી છે. જેનાથી ઇઝ ઓફ ડ્રઇંગ બિઝનેસની સાથે સાથે ઇઝ ઓફ લિવીંગને પણ વેગ મળશે.
જી.એસ.ટીના દરોમાં કરવામાં આવેલ આ ક્રાંતિકારી સુધારાઓ વિકસિત ભારત ૨૦૪૯ના વિઝનને સ્વીકાર કરશે.
આમ, દેશની તમામ જનતાને લક્ષમાં લઇને જી.એસ.ટીના દરોમાં કરવામાં આવેલ સુધારાઓ માટે વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવે છે. તેવો પ્રસ્તાવ રજુ થશે. ત્યાર બાદ કોઇ સભ્યોને કોઇ સૂચન કરવા હોય તો તેમને પોતાના મંૅતવ્ય રજુ કરવાની તક મળશે
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
