News of Tuesday, 9th September 2025
ધોળકાના વૌઠામાં સાબરમતી-વાત્રક નદીના ફરી વળ્યા : અનેક ઘરોમાં પાણી ભરાયા: ગામમાં સર્જાઇ પૂરની સ્થિતિ
વૌઠા ગામના નગરી વિસ્તારમાં આશરે 500 જેટલા મકાનોમાં ભરાયા નદીના પાણી : મેઈન રોડ ઉપર કમર સુધી પાણી

અમદાવાદના ધોળકાનુ વૌઠા ગામમાં સાબરમતી નદીના ઘોડાપૂરથી અનેક ઘરોમાં પાણી ભરાયા છે. ધોળકાના વૌઠા ગામે સપ્તનદી સંગમ આવેલો છે. જ્યાં સાત નદીઓ ભેગી થાય છે, એ વિસ્તારમાં વાત્રક નદીનું પણ વધારે પાણી આવતા વૌઠા ગામે સર્જાઇ પૂરની સ્થિતિ. વૌઠા ગામ હાલ સંપર્ક વિહોણું બન્યું છે. વૌઠા ગામના નગરી વિસ્તારમાં આશરે 500 જેટલા મકાનોમાં ભરાયા છે નદીના પાણી. ભરાતા ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વૌઠા ગામની હજારો વીઘા જમીનમાં ડાંગરનો પાક વાવેલો હતો તે સંપૂર્ણ પણે નાશ પામ્યો છે. વૌઠા ગામના લોકોને બહાર અવરજવર માટે ફક્ત ટ્રેક્ટર માં જ જઈ શકે તેવી પરીસ્થિતિમાં મેઈન રોડ ઉપર કમર સુધી પાણી ભરાયા છે. નીચાણ વાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરી અને ઉચાણ વાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
