તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
બોગસ હથિયાર કેસમાં, 102 આરોપીઓ ઝડપાયા, 47 હજી પણ ફરાર
રાજ્યમાં ખોટી રીતે હથિયાર લાયસન્સ મેળવનાર સામે કડક કાર્યવાહી કરાઈ હોવાનુ સરકારે વિધાનસભામાં જણાવ્યું

ગાંધીનગર : રાજ્યમાં ખોટી રીતે હથિયાર લાયસન્સ મેળવનાર સામે કડક કાર્યવાહી કરાઈ હોવાનુ સરકારે વિધાનસભામાં જણાવ્યું છે. એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં 102 આરોપીઓને ખોટા લાયસન્સ બાબતે પકડવામાં આવ્યા છે. ખોટી રીતે હથિયાર મેળવવાના કેસમાં 47 આરોપીઓ હજીપણ ફરાર છે. ગૃહ વિભાગે માત્ર ત્રણ કેસમાં જ ફોજદારી કાર્યવાહી કરીને આટલા ગુનેગારોને ઝડપા પાડ્યા છે.બોગસ હથિયાર કેસમાં, 102 આરોપીઓ ઝડપાયા, 47 હજી પણ ફરાર છે
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
