<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

બનાસકાંઠાના સુઈ ગામમાં આભ ફાટ્‍યું ૧૬.૫ ઇંચઃ ભાભર, રાપર અને વાવ ૧૩ ઇંચ, થરાદ ૧૨ ઇંચ, સાંતલપુર ૮ ઇંચ ભારે વરસાદ

ભાદરવા માસમાં અષાઢી માહોલ સર્જતા મેઘરાજાઃ રાજ્‍યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૦૭% નોંધાયો : સંઘપ્રદેશના દાદરા નગર હવેલીમાં ભારે વરસાદઃ વડોદરા પંથકના આજવા સરોવરની જળસપાટી૨ ૧૩.૬૫ ફૂટેઃ વિશ્વામિત્રીની જળસપાટી ૧૭.૭૮ ફૂટેઃ ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી ને ૩૩૯ ફૂટે પહોંચીઃ ડેમના ૯ દરવાજા ખોલી ૧૦૫૮૦૦ ક્‍યુસેક પાણી છોડવામાં આવ્‍યું : મધુવન ડેમની જળસપાટી ૭૬.૫૫ મીટરે પહોંચી : ડેમના ૬ દરવાજા ખોલાયાઃ ઔરંગા, પાર, કોલક અને દમણગંગા સહીતની લોકમાતાઓ ભયજનક સપાટીએ પહોંચી

 

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ  ભાદરવા માસના પવિત્ર પિતૃ પક્ષમાં મેઘરાજા રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં અષાઢી માહોલ સર્જાતા ૧૬.૫ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે.

રાજ્‍ય ભરમાં ચારે બાજુ વરસાદ અને પાણી પાણી થઈ પડ્‍યું છે, એક બાજુ ભારે વરસાદ બીજી બાજુ લોકમાતા ઓ રમણે ચઢી છે તો બંધો અને જળાશયો ની જળસપાટી સતત વધતા તંત્ર ની કસોટી થઈ રહી છે તો પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, નદી ઓ બે કાંઠે વહેવા લાગતા સોસાયટીઓમાં પાણી ફરી વળતા અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાની થવા પામી છે, ગામ હોય કે શહેર કે પછી હોય હાઈવે મોટાભાગ ના રસ્‍તા ઓ ધોવાઈ ગયા છે જ્‍યાં જુવો ત્‍યાં ટ્રાફિક ની સમસ્‍યા ઉભી થવા પામી છે, હાઈવે પર તો કિલોમીટરો સુધી જામના દ્રશ્‍યો સતત જોવા મળી રહ્યા છે.

છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૩૧ જીલ્‍લાના ૨૨૨ તાલુકાઓમાં ઝરમર થી ૧૬.૫ ઇંચ સુધીનો ભારે વરસાદ વરસ્‍યો છે, જેની સાથે રાજ્‍ય માં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૦૭% નોંધાયો છે.

વડોદરાના આજવા સરોવરની જળસપાટી સહેજ ઘટીને આજે સવારે ૮ કલાકે ૨૧૩.૬૫ ફૂટે પહોંચી છે અત્રે ઉલ્‍લેખનીય છે કે આજવા સરોવર ની ભયજનક જળસપાટી ૨૧૪ ફૂટ છે, જેને પગલે વિશ્વામિત્રી નદી તોફાને ચડી છે આજે સવારે ૮ કલાકે આ ની સપાટી ૧૭.૭૮ ફૂટે પહોંચી છે, એવીજ રીતે મહારાષ્ટ્રના પ્રકાશ ડેમમાંથી પાણી છોડવામાં આવતા આપણા સુરતના ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને આજે સવારે ૮ કલાકે ૩૩૯ ફૂટે પહોંચી છે, ડેમમાં ૧૦૫૮૦૦ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે એટલુંજ ૧૦૫૮૦૦ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમ ના ૯ દરવાજા ૫ ફૂટ ખોલાયા છે.

જ્‍યારે દમણગંગાના મધુબન ડેમની જળસપાટી સતત વધીને આજે સવારે ૯ કલાકે ૭૬.૫૫ મીટર ઉપર પહોંચી છે ડેમમાં ૩૨૫૪૮ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૨૪૭૩૯ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના ૬ દરવાજા ૦.૮૦ મીટર ખોલાયા છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો સુઈગામ ૪૧૦ મીમી, ભાભર ૩૨૮ મીમી, વાવ ૩૧૯ મીમી, રાપર ૩૧૭ મીમી, થરાદ ૨૯૮ મીમી, સાંતલપુર ૧૯૨ મીમી, રાધનપુર ૧૮૨ મીમી, દિયોદર ૧૭૦ મીમી, વાલોડ ૧૧૨ મીમી, દહેગામ ૧૧૦ મીમી, કપરાડા ૧૦૫ મીમી, વ્‍યારા ૧૦૩ મીમી વરસાદ નોંધાયો છે.

જ્‍યારે વલસાડ ૯૫ મીમી, ધરમપુર ૯૦ મીમી, ગાંધીધામ ૮૭ મીમી, ખેરગામ અને ડોલવણ ૮૬ મીમી, દાંતા ૮૪ મીમી, અંજાર ૮૩ મીમી, વઘઇ ૮૨ મીમી, ઉમરગામ અને લાખાણી ૮૧ મીમી, ઇડર ૭૮ મિમી, ભિલોડા અને મહુવા ૭૭ મીમી, ભુજ ૭૬ મીમી વરસાદ નોંધાયો છે.

તો ભચાઉ અને વાંસદા ૭૪ મીમી, તલોદ ૬૯ મીમી, વાપી, વિજયનગર અને લુણાવાડા ૬૮ મીમી, પ્રાંતિજ, અમદાવાદ સિટી, અને વીરપુર ૬૭ મીમી, હિંમતનગર ૬૬ મીમી, લખપત ૬૫ મીમી, પારડી, અને વડાલી ૬૨ મીમી, સોનગઢ ૬૦ મીમી, હારીજ ૫૯ મીમી, નખત્રાણા ૫૭ મીમી, સાગબારા અને ગાંધીનગર ૫૫ મીમી, ધાનેરા ૫૪ મીમી, સામી ૫૩ મીમી, કુકરમુંડા ૫૨ મીમી, ખેડબ્રહ્મા, વિજાપુર ૫૧ મીમી અને ડાંગ આહવા ૫૦ મીમી વરસાદ નોંધાયો છે.

તેમજ બાયડ ૪૭ મીમી, બેચરાજી અને ચીખલી ૪૬ મીમી, કપડવંજ, નડિયાદ કાંકરેજ અને નવસારી ૪૪ મીમી, સાણંદ ૪૩ મીમી, શંખેશ્વર ૪૨ મીમી, કડી અને બાવળા ૪૧ મીમી, તથા પાલનપુર, મહેસાણા અને મેઘરજ ૪૦ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્‍ય ના ૧૫૨ તાલુકાઓમાં ૧ થી ૩૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે આજે સવારથી મેઘરાજા કચ્‍છ અને મધ્‍ય ગુજરાતની મુલાકાતે જણાય છે.(૩૮.૨૫)

(1:26 PM IST)