તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે શિક્ષક દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા ની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે શિક્ષક દિન નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડો. હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તથા તૃતીય વર્ષના કુલ 31 જેટલા વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સ્ટાફ તરીકે તથા ચાર જેટલા વિદ્યાર્થીઓએ વહીવટી સ્ટાફ તરીકે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં એક દિવસ માટે કોલેજનું શૈક્ષણિક કાર્ય તથા વહીવટી કાર્ય વિદ્યાર્થીઓને સોંપવામાં આવ્યું હતું. ત્રીજા વર્ષની વિદ્યાર્થીનીઓ તડવી જાગૃતિ આચાર્ય તરીકે તથા દોશી વૈભવી ઉપાચાર્ય તરીકે, ત્રીજા વર્ષનો વિદ્યાર્થી ભોઇ કુશલ લાઇબ્રેરીયન તરીકે ફરજ બજાવી હતી. આખા દિવસ દરમિયાનની પ્રવૃત્તિઓ ને કેમેરે કંડારીને સ્મૃતિ તરીકે જાળવી રખાય તે માટે કેમેરામેન તરીકે બીજા વર્ષના વિદ્યાર્થી વસાવા સુલભ એ ફરજ બજાવી હતી. શિક્ષક દિવસની ઉજવણીને અંતે સ્ટાફ રૂમમાં વિદ્યાર્થીઓ કે જેઓ શિક્ષક બનેલા છે તેમને કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની ભણાવવાની આવડત ,તેમની કોલેજ નું કાર્ય ગોઠવવાની આવડત વગેરે માટે બિરદાવવામા આવ્યા હતા. કોલેજના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફે પણ વિદ્યાર્થીઓની પ્રશંસા કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. વિદ્યાર્થીઓએ પણ પોતાનાશિક્ષક બનવાના અનુભવો, આચાર્ય કે ઉપાચાર્ય બનીને કઈ રીતે કોલેજ સંભાળી શકાય તેના અનુભવો કહ્યા હતા. કોલેજના પ્રા હીનાબેન માલીએ શિક્ષક દિનનું મહત્વ સમજાવ્યું હતું અને કોલેજના શારીરિક શિક્ષણના પ્રા ડો એલ બી ગોહેલે શિક્ષકનું જીવનમાં શું મહત્વ છે તે વિશે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. અંતે કોલેજના આચાર્ય ડો. હિતેશ ગાંધીએ શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને ગોઠવણી પ્રા કિંજલબેન ત્રિવેદી, પ્રા હાફીસ કુરેશી અને પ્રા કૃષ્ણા પટેલે કર્યું હતું
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
