<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

ઈન્દ્રવર્ણા ગામની નજીક મૂકેલ ૪૮ ટન કપચીની ચોરી કરનાર પાંચ શખ્શો વિરુદ્ધ ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઈન્દ્રવર્ણા ગામની નજીક ખુલ્લી જગ્યામાં મૂકેલી કપચીની ચોરી થતા માલિકે ફરિયાદ નોંધાવી છે
      પ્રાપ્ત માહિતી અનુસાર દિલીપસિંહ ગોપાલસિંહ ગોહિલ ધંધો-ખેતી તથા કોન્ટ્રાક્ટર (રહે.વસંતપુરા, તા.ગરુડેશ્વર, જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ.મુજબ ગઈ તારીખ ૦૨/૦૯/૨૦૨૫ ના રોજ ઈન્દ્રવર્ણા ગામની નજીક આવેલ વિયરડેમ પાસે ખુલ્લી જગ્યામાં પડેલ તેમની માલિકીની કપચી માંથી અંદાજીત ૪૮ ટન કપચી એક ટન કપચીની કિ.રૂ.૭૦૦ પ્રમાણે કુલ ૪૮ ટન કપચીની કિ.રૂ.૩૩,૬૦૦/- ની ચોરી (૧) આઈશર ગાડી નંબર GJ-21-V-0634 ના ચાલક કૌશિકભાઈ જેના પુરા નામની મને ખબર નથી તે (૨) નંબર પ્લેટ વગરના એક જે.સી.બી. ચાલક ધવલભાઈ જેના પુરા નામની મને ખબર નથી તે તથા (૩) ઉપરોક્ત બન્ને વાહનોના માલિક રાજુભાઈ કંચનભાઈ તડવી (રહે. ઝરીયા, તા.ગરુડેશ્વર, જી.નર્મદા) તથા (૪) અમિતકુમાર રાજેન્દ્રભાઈ પટેલ (રહે.કેવડીયા કોલોની, તા.ગરુડેશ્વર, જી.નર્મદા)  (૫) અંકુરભાઈ પટેલ (રહે.વાવડી, તા.નાંદોદ, જી.નર્મદા) એ એકબીજાના મેળાપીપણાથી કપચીની ચોરી કરીને લઈ.જતા ગરુડેશ્વર પોલીસે.ઉપરોક્ત પાંચ ઈસમો.વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:05 PM IST)