<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

મુંબઈને 400 કિલો RDXથી ઉડાવી દેવાની ધમકી બાદ સુરત પોલીસ એક્શનમાં: રેલ્વે સ્ટેશન પર ચેકિંગ શરૂ

ડોગ સ્ક્વોડ, મેટલ ડિટેક્ટર સહિત આધુનિક યંત્રો સાથે પોલીસે સુરત રેલ્વે સ્ટેશન પર ચેકિંગ : શકમંદ મુસાફરોના માલ સામાનની મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ

મુંબઈમાં 400 કિલો આર.ડી.એક્સ થી મુંબઈને ઉડાવી દેવાની ધમકીના આવેલા મેસેજ બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડ ઉપર છે. સમગ્ર મુંબઈમાં ઠેક ઠેકાણે પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મુંબઈને 400 કિલો RDXથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે સુરત પોલીસ એક્શનમાં આવ્યું છે.

 

મુંબઈને ઉડાવી દેવાની ધમકીને પગલે  ગુજરાતના ડાયમંડ સ્થિતિ સુરત રેલવે સ્ટેશન પર પણ તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું છે. સુરત રેલ્વે સ્ટેશન પર પોલીસની જુદી જુદી ટુકડીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડોગ સ્ક્વોડ, મેટલ ડિટેક્ટર સહિત આધુનિક યંત્રો સાથે પોલીસે સુરત રેલ્વે સ્ટેશન પર ચેકિંગ શરૂ કર્યું છે. શકમંદ મુસાફરોના માલ સામાનની મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

 

મુંબઈ શહેરમાં 400 કિલોગ્રામ વિસ્ફોટકો સાથે અનેક વિસ્ફોટોની ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસે જણાવ્યું છે કે મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ એકાઉન્ટ પર આ ધમકી આપવામાં આવી છે. ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરમાં 34 વાહનોમાં 'માનવ બોમ્બ' લગાવવામાં આવ્યા છે અને આ વિસ્ફોટ આખા મુંબઈને હચમચાવી નાખશે. 'લશ્કર-એ-જેહાદી' નામના સંગઠને દાવો કર્યો છે કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે. ધમકીભર્યા સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટમાં 400 કિલોગ્રામ આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈ પોલીસ એલર્ટ પર છે અને રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકીના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

 

(9:01 PM IST)