<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

હીરામણિ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી

રાજકોટઃ ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકળષ્‍ણનના જન્‍મને આપણે સ્‍વયં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. અમદાવાદની હીરામણી સ્‍કૂલનાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી હતી, સાથે શાળાનાં પ્‍યૂન, ક્‍લાર્ક, આચાર્ય, કો-ઓર્ડિનેટર અને સી.ઈ.ઓ.ની ભૂમિકા સુંદર રીતે કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરૂજનોને શુભેચ્‍છાકાર્ડ અને પુષ્‍પ આપી તેમનું અભિવાદન કર્યું હતું  હીરામણી શાળાઅમદાવાદના વિદ્યાર્થીઓના ઉત્‍સાહ તેમજ શિક્ષકો પ્રત્‍યેની સન્‍માનની ભાવના બદલ જનસહાયક ટ્રસ્‍ટનાં પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા ભારતીબેન મિશ્રા, કો-ઓર્ડિનેટર ભરતભાઈ પટેલ સહિત તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને શિક્ષકદિનની શુભેચ્‍છા પાઠવી હતી.(૩.૧૧)

(2:34 PM IST)