<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

મહારાષ્‍ટ્રના જલગાઉથી સુરતમાં ડ્રગ્‍સનો જથ્‍થો સપ્‍લાય થાય તે પહેલા ઝડપી લેવાયો

ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા સુરત સીપી અનુપસિંહ ગેહલોતને જન્‍મદિવસે મનપસંદ ગિફ્‌ટ આપતા, પોલીસ કમિશ્નરે હર્ષભેર સહુની પીઠ થાબડી ડ્રગ્‍સ માફિયા સિન્‍ડિકેટની મુરાદ સીપી, ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં વધુ એક વખત ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયાના નેતળત્‍વ અને જાગળતિથી બર ન આવી ટીમ વડા પીઆઇ એસ.એન.પરમાર નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાન અંતર્ગત મળેલી સફળતાની ભીતરી કથા અકિલા સમક્ષ વર્ણવે છે.

રાજકોટ તા.પઃ  પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા  ‘‘નો ડ્રગ્‍સ ઈન સુરત'' અભિયાન કે જે તમામ વર્ગના લોકો અને સુરતના ટોપ ટુ બોટમ અધિકારી અને સ્‍ટાફની સખ્‍ત મહેનતથી અભૂતપૂર્વ રીતે સફળતા મેળવી રહ્યું છે, તે અંતર્ગત ડ્રગ્‍સ માફિયાઓ તથા તેમની સિન્‍ડિકેટ ખતમ કરવા માટે સમગ્ર ગુજરાતમા જેમની મોટી નામના અને આ સિદ્ધિને ધ્‍યાને રાખી રાજ્‍ય સરકારે વિશેષ પ્રમોશન આપેલ છે તેવા ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ભાવેશ રોજિયા ટીમ દ્વારા પોલીસ કમિશ્નરને તેમના જન્‍મ દિવસે મહારાષ્‍ટ્રના જલગાઉથી સુરતમાં ડ્રગ્‍સની ડિલ્‍વરી કરે તે પહેલા ઝડપી અને આપી છે, અને પોલીસ કમિશનરે પણ તેમના જન્‍મ દિવસની સહુથી મોટી ગણી સહુને અભિનંદન આપી પીઠ થાબડી છે.

આ સિદ્ધિ સીપી, જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમના નેતળત્‍વ હેઠળ પીઆઇ એસ.એન. પરમાર ટીમે મેળવી છે. અકિલા સાથેની વાતચીતમાં ઉપરોક્‍ત બાબતે વિસ્‍તળત વિગતો વર્ણવતા જણાવ્‍યું હતું કે,

જેથી ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ અધિકારી/કર્મચારીઓએ તા.૦૩/૦૯/૨૦૨૫ ના રોજ સાંજના સમયે સુરત ઉમરવાડા ચીમની ટેકરા, સલીમનગર ઝુપડપટ્ટી ખાતે ઘર નં.૧૪/૮૧૧-૧૬૧ ના પહેલા માળે આવેલ રૂમમાંથી આરોપી એઝાઝ ઉર્ફે છોટયા S/O ઉસ્‍માન શેખને ગેરકાયદેસર માદક પદાર્થ એમ.ડી.ડગ્‍સ કુલ વજન ૧૯૮.૭૬ ગ્રામ કિં.૩.૧૯,૮૭,૬૦૦/- તથા રોકડા રૂ.૧૫૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ સહીત કુલ રૂ. ૨૦,૦૪,૧૨૦/- મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીએ આ એમ.ડી.ડ્રગ્‍સનો જથ્‍થો એક ઇસમ પાસેથી મહારાષ્‍ટ્ર જલગાંવ ખાતેથી લાવી સુરતમાં કોઇ ઇસમને આપવા જલગાંવથી ટ્રેન મારફતે સુરત આવી તેની બહેનના ઘરે રોકાયેલ. તે દરમ્‍યાન વાણીજ્‍યક જથ્‍થા સાથે પકડાઇ ગયેલ છે. ઉપરોક્‍ત કાર્યવાહી બાબતે ડી.સી.બી.પોસ્‍ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૧૫૨૫૦૧૩૧/૨૦૨૫ NDPS એકટ સને-૧૯૮૫ ની કલમ.૮(સી), ૨૨(સી), ૨૯ મુજબનો ગુનો નોંધી વધુ એક NDPS નો કેસ શોધવામાં ક્રાઇમ બ્રાન્‍ચને સફળતા મળેલ છે.

મજકુર આરોપી એઝાઝ ઉર્ફે છોટયા ધોરણ-૦૭ સુધી ભણેલ છે અને પોતે ટ્રક ડ્રાઇવિંગનું કામ કરે છે. તેમજ આજથી ચારેક મહિના પહેલા પણ આ રીતે જ એમ.ડી.ડ્રગ્‍સનો માલ લાવી સુરતમાં કોઇ ઇસમને વેચાણ કરેલ હોવાની હકીકત જણાવેલ છે.

કબ્‍જે કરેલ મુદ્દામાલ (૧) માદક પદાર્થ એમ.ડી.ડ્રગ્‍સ કુલ વજન ૧૯૮.૭૬૦ ગ્રામ કિં.રૂ.૧૯,૮૭,૬૦૦/-, (૨) રોકડા રૂ.૧૫૨૦/-, (૩) મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ.૧૫૦૦૦/-, (૪) જલગાંવ-સુરતની રેલ્‍વે ટીકીટ કિં.રૂ.૦૦/-, (૫) લાઈટબિલ નંગ-૦૧ કિ.રૂ.૦૦/, ઉપરોક્‍ત મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૨૦,૦૪,૧૨૦/- છે.

(2:33 PM IST)