<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

વડોદરાના ડભોઈના નારણપુરા ગામે નદીના પાણી ઘુસ્યા: દેવ ડેમમાંથી છોડેલા પાણીએ વિનાશ વેર્યો

ગામ જાણે દરિયામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો : ખેતરો તેમજ ગામડાઓ થયા પાણી પાણી

વડોદરાના ડભોઈના નારણપુરા ગામે નદીના પાણી ઘૂસ્યા હોવાની વાત સામે આવી છે જેમાં નદીના પાણીથી નારણપુરા ગામ બેટમાં ફેરવાયું છે, ડેમમાંથી પાણી છોડાયું છે અને પાણી ગામમાં ફરી વળ્યા છે. વડોદરાના ડભોઈના નારણપુરા ગામની ચોતરફ નદીના પાણી ભરાયા છે, દેવ ડેમમાંથી છોડેલા પાણીએ વિનાશ વેર્યો છે, ગામ જાણે દરિયામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, ખેતરો તેમજ ગામડાઓ થયા પાણી પાણી, ખેડૂતોનું કહેવું છે કે, માંડ-માંડ પાક તૈયાર થયો અને ડેમનું પાણી ગામમાં ફરી વળતા પાકનો પણ વિનાશ થયો છે, ત્યારે તંત્ર દ્વારા હાલમાં ગામમાં પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી નથી, ગ્રામજનો આશા રાખીને બેઠા છે કે સરકાર કોઈ મદદ કરે. 

 

(2:12 PM IST)