તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
દાહોદ જિલ્લામાં મેઘરાજાની જમાવટ : સીંગવડમાં સાડા ત્રણ ઇંચ, સંજેલીમાં 3 ઇંચ અને ઝાલોદ અને દાહોદમાં અઢી ઇંચ વરસાદ
-લીમખેડા,ગરબાડા, ફતેપુરા અને ધનપુરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો

દાહોદ શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદનો દોર યથાવત છે. છેલ્લા 24 કલાક દરમ્યાન સીંગવડમાં સૌથી વધુ 89 મિ.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે સંજેલીમાં 75 મિ.મી. અને ઝાલોદમાં 65 મિ.મી. વરસાદ નોંધાયો, દાહોદમાં 61 મિ.મી., દેવગઢ બારિયામાં 50 મિ.મી., લીમખેડામાં 33 મિ.મી. વરસાદ નોંધાયો, ગરબાડામાં 30 મિ.મી., ફતેપુરામાં 25 મિ.મી., ધાનપુરમાં 18 મિ.મી. વરસાદ ખાબક્યો છે. વરસાદથી મકાઈ-સોયાબીનના પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
