તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફુંકાશે : 3 નંબરનું સિગ્નલ લાગ્યું : આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા : વિશ્વામિત્રીની સપાટી વધશે
કડાણા ડેમના 13 ગેટ 10 ફૂટ સુધી ખોલાયા : 2,29,373 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું

સુરત : દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ સુધી પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ વડોદરામાં આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા છે. આજવા સરોવરની સપાટી 213.46 ફૂટ પહોંચી છે. તેમજ આજવા સરોવરની સપાટી વધતા તમામ દરવાજા ખોલાયા છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થશે.
હાલમાં વિશ્વામિત્રી નદીની સપાટી 11.05 ફૂટ છે. તથા નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ ટીમો સ્ટેન્ડબાય રાખી છે. તેમજ મહીસાગરના જીવાદોરી સમાન કડાણા ડેમમાં જળસપાટી વધી છે. કડાણા ડેમમાં સતત પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી છે. કડાણા ડેમના 13 ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તથા 2,29,373 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં વરસાદને પગલે 2,54,315 ક્યુસેક પાણીની આવક થઇ છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
