<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મલ્હારરાવ ઘાટના 92 પગથિયા પાણીમાં ગરકાવ

ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાડી, નંદેરીયા અને ભીમપુરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં એલર્ટ જાહેર

વડોદરા જિલ્લાના ડભોઈના ચાંદોદમાં નર્મદા નદી ફરીથી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, કારણ કે નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે મલ્હારરાવ ઘાટના 92 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે અને નર્મદા નદીની જળ સપાટી ધીમી ગતિએ સતત વધી રહી છે. હાલના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાડી, નંદેરીયા અને ભીમપુરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ચાલુ સિઝનમાં આ ત્રીજીવાર છે જ્યારે ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહે છે. આ સાથે ચાંદોદ પંથકમાં રાત્રિથી ધોધમાર વરસાદ ચાલુ છે અને ઉમા સોસાયટી તથા અંબિકા સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે.

(10:23 AM IST)