<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ

પોલીસ દ્વારા હિસ્ટ્રીશીટર અને બુટલેગરોના ઘરે જઈને પણ તપાસ: બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે કાર્યવાહી

અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડીસીપી ઝોન ૩ની આગેવાની હેઠળ આ પેટ્રોલિંગમાં પોલીસ દ્વારા તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા હિસ્ટ્રીશીટર અને બુટલેગરોના ઘરે જઈને પણ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી અને દારૂ પીધેલા લોકોને પકડીને તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોના માહોલમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો છે.

(11:58 PM IST)