News of Thursday, 4th September 2025
સાંજ સુધીમાં રાજયના 142 તાલુકામાં વરસાદ :સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.25 ઇંચ વરસાદ ખાબક્યો
સોનગઢમાં 4 ઇંચ, નેત્રંગમાં 3.50 ઇંચ વરસાદ: ખંભાતમાં 3 ઇંચ, ધોલેરામાં 3 ઇંચ વરસાદ નોંધાયો: ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્તા નદી-નાળા અને જળાશયોમાં પાણીની ભરપૂર આવક

અમદાવાદ : હવામાન વિભાગે 4 થી 10 સપ્ટેમ્બર 2025 દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ડાંગ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છ જેવા જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદની ચેતવણી છે. આજે ભરૂચ, નર્મદા, અમરેલી, ભાવનગર, સુરત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં અત્યાર સુધીમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 4 ઇંચ, નેત્રંગમાં 3.50 ઇંચ વરસાદ વરસ્યો છે. ખંભાતમાં 3 ઇંચ, ધોલેરામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્તા નદી-નાળા અને જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઇ છે. તો અનેક જળાશયો હાઇએલર્ટમાં હોવાથી નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ વર્ષે સારો વરસાદ વરસતા ખેતીના પાકને નવ જીવન મળ્યું છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
