<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

સાગબારા પો.સ્ટે.ની હદ માંથી ખોવાયેલ રૂ.૨.૬૬ લાખના મોબાઈલને શોધી.

પોલીસ વડા વિશાખા ડબરાલ ના હસ્તે માલિકોને પરત સોંપતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા )નર્મદા : વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદા જીલ્લા નાઓ તરફથી આપવામા આવેલ સુચનાના આધારે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વિરલ ચંદન, રાજપીપળા વિભાગ, રાજપીપળા નાઓના માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સી.ડી.પટેલ સાગબારા પોલીસ સ્ટેશન નાઓએ આપેલ સુચના તથા માર્ગદર્શન હેઠળ સાગબારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ દ્વારા અલગ-અલગ અરજદારોનાં ગુમ થયેલ મોબાઇલ CEIR પોર્ટલ પર ટ્રેસ/સર્વેલન્સમા રાખી ગુમ થયેલ ૧૨ મોબાઇલ ફોન જેની કિ.રૂ.૨,૬૬,૨૬૯/- શોધી કાઢી “તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત પોલીસ આધિક્ષક નર્મદાનાઓના હસ્તે મુળ માલિકોને પરત કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
   સારી કામગીરી કરનાર પોલીસ અઘિકારી તથા કર્મચારીઓના નામો :(૧)સી.ડી.પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન(૨)પી.આર.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન (૩) એ.એસ.આઇ મોતીરામ સંજયભાઇ બ.નં.૭૮૦ સાગબારા પોલીસ સ્ટેશન(૪) આ.પો.કો.દિલીપભાઇ ઝીણાભાઇ બ.નં.૧૩૮ સાગબારા પોલીસ સ્ટેશન(૫) અ.પો.કો.સતીષકુમાર રૂપજીભાઇ બ.નં.૭૧૦ સાગબારા પોલીસ સ્ટેશન(૬)આ.પો.કો.ઘનશ્યામભાઇ અમરસિંગભાઇ બ.નં.૧૪૧ સાગબારા પોલીસ સ્ટેશન

(10:46 PM IST)