તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
નર્મદા જિલ્લામાં કામ કરતા વીસીઇની પગારની માંગ હજુ પૂરી થઈ નથી : છૂટક કામ કરતા વીસીઇ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં પંચાયત હસ્તક કામ કરતા વીસીઇ ઘણા વર્ષોથી છૂટક કામ કરી મહેનતાણું મેળવે છે અને વારંવાટ પગાર ચાલુ કરવા ઉપર રજૂઆત કરવા છતાં તેમની પગાર ની માંગ પૂરી થઈ નથી
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં લગભગ ૨૨૨ વીસીઇ પંચાયત હસ્તક કામગીરી ઘણા વર્ષોથી કરે છે પરંતુ તેઓને કામગીરી પ્રમાણે છૂટક રૂપિયા મળે છે
ઘણા સમયથી આ તમામ કોમ્પ્યુટર ઓપેરેટર દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો અને સમગ્ર વીસીઇ ને મહેનતણા મામલે વીસીઇ પ્રમુખ તથા તમામ સાથી મિત્રો જેઓ ઉચ્ચક કામ કરે છે અને પગાર ની વાત કરેલ તો કામગીરી સંપૂર્ણ રીતે પુરી કરો તો થશે હવે મુદ્દાની વાત તો એ કે અમુક વૃદ્વ પેન્શન યોજના હેઠળ લાભાર્થીઓના ફેસ મેચ નથી થતા અને અન્ય એરર આવે છે, વીસીઇ દ્વારા જયારે સત્યાપન કાર્યક્રમ હેઠળ જે જવાબદારી સોપાયેલ છે જેમાં અમુક ના ફેસ આવે અમુક ના નથી આવતા જેથી તેમની માંગ એ છે કે સહેલથાથી કામગીરી થાય એ માટે વીસીઇ ને પગાર ચાલુ કરવામાં આવે તો તેમને પણ આ કારમી મોંઘવારી માં આ કર્મચારીઓ પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી શકે.
આ મુદ્દે જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ એજ્યુકેટીવ નિલેશભાઈ જાદવ એ જણાવ્યું કે ઉપરથી તમામ વીસીઈ ને ઇન્સેન્ટિવ જ અપાઈ છે એ લોકો એ પગાર ચાલુ કરવા ઉપર રજૂઆત કરી છે. હાલ માં તો આ ઓપરેટરો કામગીરી મુજબ અરજદાર પાસે નિયમ પ્રમાણે રૂપિયા લેતા હોય છે જેમાં અમુક ટકા પંચાયત ને આપે છે
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
