<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

રાજપીપળા નગરપાલિકામાં ચાર મહિનાથી મુખ્ય અધિકારીની ખાલી જગ્યા પર ડભોઇથી જયકિશન તડવીને મુકાયા

મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાની ચાર મહિના પર બદલી થયા બાદ આ જગ્યા ખાલી રહેતા ભરૂચના મુખ્ય અધિકારીને ચાર્જ સોંપાયો હતો, હવે રેગ્યુલર અધિકારીનો ઓર્ડર થયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા નગરપાલિકામાં ચારેક મહિનાથી મુખ્ય અધિકારીની જગ્યા ખાલી હોય અનેક કામો અટવાઈ રહ્યા હતા, જોકે ભરૂચના મુખ્ય અધિકારીને રાજપીપળા નગરપાલિકાનો ચાર્જ સોંપાયો હતો પરંતુ એમને પણ બે નગરપાલિકા સાચવવાની હોય યોગ્ય સમય આપી નહીં શકતા કેટલાક કામો અટવાતા હતા ત્યારે હાલમાં રેગ્યુલર જગ્યા પર ડભોઇના ચીફ ઓફિસરને રાજપીપળા મુકવાનો ઓર્ડર થયો છે

   રાજપીપળા નગરપાલિકામાં અગાઉ રાહુલ ઢોડીયા મુખ્ય અધિકારી તરીકે હતા પરંતુ એમની ચારેક મહિના પર બદલી થયા બાદ રેગ્યુલર માં કોઈજ મુખ્ય અધિકારી મુકાયા ન હતા, થોડા સમય માટે ભરૂચના મુખ્ય અધિકારીને રાજપીપળા નગરપાલિકા નો ચાર્જ આપ્યો હતો પરંતુ તેઓ ને બે પાલિકા સંભાળવી પડે તો રાજપીપળા માં પૂરતું ધ્યાન નહીં આપી શકે એ બાબત સ્વાભાવિક હતી. ચાર મહિનાથી આ જગ્યા પર કોઈજ રેગ્યુલર નિમણૂક નહીં થતા પાલિકાના કામો ટલ્લે ચઢતા હતા ત્યારે હાલ માં ડભોઇ પાલિકામાં ફરજ બજાવતા જયકિશન તડવીને ડભોઇથી રાજપીપળા નગરપાલિકામાં મૂકવાનો હુકમ થતા હવે રાજપીપળા નગરપાલિકા ને રેગ્યુલર ચીફ ઓફિસર મળશે.

(10:45 PM IST)