તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
સુરક્ષિત વિરમગામનો સંકલ્પ..! વિરમગામમાં નવનિર્મિત ગોલવાડી દરવાજા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ નવનિર્મિત ગોલવાડી દરવાજા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન ધારાસભ્ય હાર્દિક પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તેમજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શહેરના મુખ્ય આગેવાનો સાથે બેઠક કરવામાં આવી અને જે નાગરિકોએ પોલીસ વિભાગને મદદરૂપ થયા છે તેવા બુદ્ધિજીવી નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું
વિરમગામ શહેરના જે લોકો સાથે છેતરપિંડી થઈ હોય, મોબાઇલ ચોરી થઈ હોય તે લોકોને રકમ તથા મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા. શહેરના લોકોની સલામતી માટે અભય યાત્રી સ્ટીકરનું રિક્ષા પર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આજના પ્રસંગે ડિવિઝનના ડીવાયએસપી તપન ડોડીયા, ટાઉનના પોલીસ ઇસ્પેક્ટર કે.એસ દવે તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
