તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
મિલકતની તબદીલી સાથે વીજળી અને પાણી બિલમાં આપોઆપ ‘નામ' બદલાશે
નકશા પ્રોજેક્ટઃ પ્રોપર્ટીકાર્ડમાં શહેરી સેવાઓ આવરી લેવાશે સિટી સરવે-મહેસૂલી રેકર્ડને નગરપાલિકા-વીજ કંપનીના ડેટા સાથે ઈન્ટિગ્રેટ કરવા

અમદાવાદ,તા.૦૪: આવનારા ટુંક જ સમયમાં રાજ્યના શહેરોમાં મિલકતોના વેચાણ કે હસ્તાતંરણની સાથે જ એ મિલકતની સાથે જોડાયેલા વીજળી-પાણીના કનેક્શનના અધિકૃત પુરાવામાં પણ મિલકતના નવા ધારણકર્તાનું નામ આપોઆપ દાખલ થઈ જશે. રાજ્યના મહેસૂલ વિભાગે શહેરી સેવાને મહેસૂલી અર્થાત સિટી સર્વેના પ્રોપર્ટીકાર્ડના રેકર્ડ સાથે ઈન્ટિગ્રેટ કરવા નિર્ણય કર્યો છે. જેનાથી મિલકત ખરીદનાર નાગરિકને મહેસૂલી રેકર્ડ સિવાય અન્યત્રે માલિકીહક- વપરાશકર્તાનો હક પ્રસ્થાપિત કરવા એકથી વધુ કચેરીઓ કે સિવિક સેન્ટરમાં જવુ નહી પડે.
ભારત સરકારના ગ્રામિણ મંત્રાલય દ્વારા જે રીતે ગ્રામિણ મકાનોને માલિકીના પુરાવા તરીકે સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટીકાર્ડ આપવામા આવી છે તે જ રીતે નેશનલ જીઓસ્પેશિયલ નોલેજ બેઝ્ડ લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ-નક્શા પ્રોજેક્ટ અમલમાં મુકવામા આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરી મિલકતો માટે હાલમાં જે પ્રોપર્ટીકાર્ડ છે તેનુ ડિઝિટલાઈઝેશન કરાવામાં આવશે. જેમાં સિટી સરવેના રેકર્ડ મુજબ મિલકતની માલિકી હક ઉપરાંત સંબંધિત મિલકતમાં પાણીનું કનેકશન, વીજળીનુ કનેક્શન, મિલકતમાં તે રહેતા પરિવારની માહિતી સહિતની તમામ શહેરી માહિતીના રેકર્ડને પણ જોડી દેવામાં આવશે. જેથી જ્યારે પણ આવી હસ્તાંતરણ થાય ત્યારે એ મિલકત સાથે જોડાયેલી તમામ શહેરી સેવાના વપરાશકર્તાના નામો માલિકહકની સાથે જ તબદીલી થશે. આ પ્રોજેક્ટના અમલ માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACSના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની કમિટી રચવામા આવી છે. જયારે સેટલમેન્ટ કમિશનરના અધ્યક્ષસ્થાને કાર્યવાહક. કલેક્ટરના અધ્યક્ષતામાં જિલ્લાની કમિટી રચાઈ છે. જે આગામી સપ્તાહથી આ કાર્યવાહીનો આરંભ કરશે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
