<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

ભારતીય થલસેનાના ૧૨ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડીંગ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે

અમદાવાદ તા.૩ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત ભારતીય સેનાના ૧૨ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડીંગ લેફ્ટનન્ટ જનરલ શ્રી એ.વી.એસ. રાઠીએ ગાંધીનગરમાં લીધી હતી. 

તેમણે ૧૭મી જૂન ૨૦૨૫થી ૧૨ કોર્પ્સના GoCનો પદભાર સંભાળ્યો છે. 

આ કોર્પ્સના કાર્યક્ષેત્રમાં મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત રાજસ્થાન અને ગુજરાતનો સમાવેશ થાય છે. 

(3:58 PM IST)