News of Wednesday, 3rd September 2025
અન્નદાતાઓની સલામતી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : ધરતીપુત્રોને અકસ્માતના કિસ્સામાં આર્થિક આધાર આપતી ખેતીવાડી વિભાગની "ખાતેદાર ખેડૂત અકસ્માત જૂથ વીમા યોજના"
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિશા દર્શનમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ રાજ્ય સરકારે ડગલે ને પગલે અન્નદાતાઓની ચિંતા કરી છે ખેડૂતોના હિતોનું ધ્યાન રાખી ખાતેદાર ખેડૂત અકસ્માત જૂથ વીમા યોજના અમલમાં મૂકાઈ

અમદાવાદ તા.૩ : ચોમાસુ હોય, શિયાળો હોય કે ઉનાળો કોઈપણ ઋતુમાં દિવસ રાત ની ચિંતા કર્યા વગર પોતાના ખંતથી પરિશ્રમ કરી જગતનો તાત એટલે ખેડૂતો કૃષિલક્ષી પ્રવૃતિઓ કરે છે. અથાક મહેનત પરિણામે તેઓ અનાજનું ઉત્પાદન કરે છે. ખેડૂતોની અથાક મહેનતને પરિણામે આપણે જીવન નિર્વાહ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિશા દર્શનમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ રાજ્ય સરકારે ડગલે ને પગલે અન્નદાતાઓની ચિંતા કરી છે. ખેડૂતોના હિતોનું ધ્યાન રાખી ખાતેદાર ખેડૂત અકસ્માત જૂથ વીમા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આવો જાણીએ યોજના વિશે.....
યોજનાનો હેતુ
ખાતેદાર ખેડૂત અકસ્માત જૂથ વીમા યોજનાનો મુખ્ય ઉદેશ્ય ખેડૂત ખાતેદારને અકસ્માતના કિસ્સામાં તેના વારસદારને આર્થિક સહાય રૂપે મદદ કરવાનો છે.
યોજના માટે પાત્રતા
આ યોજના અંતર્ગત વ્યક્તિગત કે સયુંકત નામે જમીન ધારણ કરનાર બધા જ ખેડૂત ખાતેદાર તથા તેના સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ / પત્ની
અવસાન કે કાયમી અપંગતાના કિસ્સામાં જેની ઉમર ૫ વર્ષથી લઈને ૭૦ વર્ષની હોય તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે
યોજના હેઠળ મળતી સહાય
અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ.૦૪ લાખની સહાય
અકસ્માતને કારણે બંને આંખ અથવા બંને અંગ હાથ પગ ગુમાવવાના કિસ્સામાં રૂ.૦૪ લાખની સહાય (આંખના કિસ્સામાં ૧૦૦ ટકા દ્રષ્ટિ જવી, હાથના કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ અને પગ ના કિસ્સામાં ઘૂંટણ ઉપરથી અપંગતા)
અકસ્માતને કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ.૦૪ લાખની સહાય
અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ (હાથ- પગ) ગુમાવવાના કિસ્સામાં રૂ.૦૨ લાખની સહાય
અરજી સમયે રજૂ કરવાના થતા સાધનિક દસ્તાવેજો
૭-૧૨, ૮-અ અને ગામ નમૂના નંબર ૬(હક્ક પત્રક) (મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પામ્યા હોય તે તારીખ પછીના પ્રમાણિત ઉતારા)
પોસ્ટમોર્ટમ રિપોર્ટ
એફ.આઈ. આરની કોપી, સ્થળ પંચનામુ / ઇન્ક્વેસ્ટ પંચનામાની નકલ
મરણ પ્રમાણપત્ર
મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ
કાયમી અપંગતાના કિસ્સામાં મેડિકલ બોર્ડ કે સિવિલ સર્જનનું ફાઇલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર અને અપંગતા દર્શાવતો પોસ્ટકાડ સાઈઝનો ફોટો
પેઢીનામું (વારસદારના કિસ્સામાં)
રેશનકાર્ડની નકલ
વારસદાર તરીકે નીચે મુજબની વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે
પતિ/ પત્ની : તેમની ગેરહાયતીમાં
તેમના બાળક પુત્ર / પુત્રી : તેમની ગેરહાયતીમાં
તેમના માં બાપ : તેમની ગેરહાયતીમાં
તેમના પૌત્ર / પૌત્રી: તેમની ગેરહાયતીમાં
લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યકતા બહેન
ઉપરોક્ત કિસ્સા સિવાય તથા વિવાદાસ્પદ કેસમાં સંબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.
અરજી કરવાનો સમયગાળો
ઉપરોક્ત કિસ્સામાં અરજી મૃત્યુ તારીખથી ૧૫૦ દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીને કરવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
