તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 3rd September 2025
ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા ગેરહાજરઃ રાજ્યના ૨૦ તાલુકાઓમાં માત્ર હળવા ઝાપટા
ઉકાઇ ડેમમાંથી હજુ પાણી છોડવામાં આવી રહ્યું છે, આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘાનો ડોળ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભાદરવા માસમાં પરિવર્તીની એકાદશીના દિને મેઘરાજા ગેરહાજર જણાય રહ્યા છે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૨૦ તાલુકાઓમાં હળવા ઝાપટા નોંધાયા છે.
ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે સતત વધીને ૩૩૬.૭૮ ફૂટે પહોંચી છ. ડેમમાં ૫૦૫૧૪ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૩૪૬૨૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્ય માં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો સુબીર ૧૩ મીમી, વાલીયા ૧૧ મીમી, આહવા ૬ મીમી, તો કપરાડા ૫ મીમી વરસાદ નોંધાયો છે, આ ઉપરાંત રાજ્યના અન્ય ૧૬ તાલુકાઓમાં ઝરમર ઝાપટા એટલે કે માત્ર ૧ થી ૪ મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.આજે સવાર થી મેઘરાજા એ દક્ષિણ ગુજરાતમાં ડોળ કર્યાનુ જણાય છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
