તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd September 2025
વડોદરાના પાદરામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ: પાદરા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા
તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા અપીલ

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા મહી નદી બે કાંઠે વહી રહી છે. આ પરિસ્થિતિના ડ્રોન કેમેરાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે નદીની ભયાનકતા દર્શાવે છે. જળસ્તરમાં થયેલા વધારાને કારણે પાદરા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મહીસાગર નદીના કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
