<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

રાજપીપળા સરકારી ઓવારે ગણપતિ વિસર્જન કરવા ગયેલ યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો

વડોદરા એસડીઆરએફ ની ટીમે શોધખોળ કરતાં ત્રીજા દિવસે યુવાન જ્યાં ડૂબ્યો હતો ત્યાં પુલ નીચેથી જ તેનો મૃતદેહ મળી આવ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા કરજણ નદી કિનારે રવિવારે પાંચમાં દિવસે અનેક ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું જેમાં રાજપીપળા મોતીબાગમા રહેતો યુવાન પણ પ્રતિમા વિસર્જન કરવા આવ્યો અને પાણીના વ્હેણ માં તણાઈ ગયો હતો સોમવારે તેની એસડીઆરએફ ટીમે દૂર દૂર સુધી શોધખોળ કરી પરંતુ ક્યાંયે પત્તો મળ્યો ન હતો પરંતુ આજે મંગળવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો
   મળતી માહિતી અનુસાર અર્જુન જવાનસીગ વસાવા નામનો રાજપીપળા મોતીબાગ વિસ્તારમાં રહેતો ૨૭ વર્ષનો યુવાન રવિવારે રાત્રે લગભગ દસ વાગે કોઈ બીજા ફળીયાની ગણપતિજીની પ્રતિમા લઈ રાજપીપળા સરકારી ઓવારે કરજણ નદીમાં વિસર્જન કરવા આવ્યો હતો અને ત્યાં બનેલા પુલની વચ્ચે જઈ પ્રતિમા પધરાવવા જતા અચાનક પાણીનો પ્રવાહ આવતા અર્જુન વસાવા પાણીના વ્હેણમાં તણાઈ ગયો હતો. સોમવારે સવારે SDRF.9 ની વડોદરક ની 23 વ્યક્તિઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી જેમાં પાલિકા અને એસડીઆરએફ મળી આ બંને ટીમો બે બોટ દ્વારા યુવાનને શોધવા મહેનત કરી પરંતુ રાત સુધી અર્જુન વસાવાની કોઈ ભાળ મળી ન હતી માટે વહેલી સવારથી એસડીઆરએફ ની ટીમ કામે લાગી ત્યારે અર્જુન વસાવા જ્યાં ડૂબ્યો હતો ત્યાં પુલ નીચે થી જ તેનો મૃતદેહ મળી આવતા તેને બહાર લાવતા તેના પરિવારજનો કલ્પાંત કરતા જોવા મળ્યા, મૃતદેહ ને પીએમ માટે મોકલી આપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી પરિવાર ને અર્જુન નો મૃતદેહ સોંપવામાં આવતા તેની અંતિમવિધિ કરવામાં આવી હતી

(10:32 PM IST)