તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
સાગબારાના મોટી દેવરૂપણની તાપી નદીમાંથી રેતી ખનન તો તંત્રએ બંધ કરાવ્યું પણ જિલ્લામાં અન્ય જગ્યાઓ પર થતુ ખનન ક્યારે અટકશે
નાંદોદ તાલુકાના સિસોદ્રા, ઓરી જેવા કેટલાક ગામોમાં ગેરકાયદેસર રેતી ખનન ઘણા વર્ષોથી ચાલુ છે છતાં તંત્ર અંગત ફાયદા માટે મૌન સેવી રહ્યું છે

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં અનેક જગ્યા પર ગેરકાયદેસર રેતી ખનન તંત્રની રહેમનજર હેઠળ બેફામ ચાલુ છે જેમાં તાજેતરમાં સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામ પાસેની તાપી નદીમાંથી રેતી ખનન તો તંત્ર એ બંધ કરાવ્યું હતું પરંતુ નર્મદા જિલ્લામાં અન્ય જગ્યાઓ પર થતુ ખનન ક્યારે બંધ થશે
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામ પાસેથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદીમાંથી રેતી ખનન નો વેપલો મોટાપાયે ચાલી રહ્યો હતો ખનીજ સંપત્તિના ચોરટાઓ રેતી ખનન કરીને સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યા હતા, છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ચુપકીદી સેવી માત્ર તમાશો જોઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને આ સમાચાર અમે પ્રસિદ્ધ કરતા જ સુરત તરફના કોઈ અધિકારીઓની ગાડી અહીંયા આવી પૂછપરછ કરતા રેતી માફીયાઓએ નાવડી મારફતે નદી કિનારે ભેગી કરેલી રેતી ડર ના માર્યા નદીમાં નાંખી પલાયન થઈ ગયા હતા.ત્યારબાદ હાલ આ ગેરકાયદેસર વેપલો બંધ છે અને માફીયાઓ એ ત્યાંથી બધો સામાન પણ હટાવી દીધો છે. આમ લોકલ અધિકારીઓ ની મહેરબાની થી ચાલતો આ ધંધો બહાર ના અધિકારીઓ આવતા બંધ કરાયો પરંતુ નર્મદા જિલ્લા મા ખાસ કરીને નાંદોદ તાલુકામાં સિસોદ્રા ગામ સહિત અન્ય જગ્યાઓ પર ચાલતો રેતી ખનન નો ગેરકાયદેસર ધંધો હજુ બેરોકટોક તંત્રની મહેરબાનીથી ચાલે છે તો આ વેપલો કોણ બંધ કરાવશે.? શું નર્મદા જિલ્લામાં કોઈ ઈમાનદાર અધિકારી જ નથી..?!! સરકારની કરોડો રૂપિયાની રોયલ્ટી હજમ કરી જતા આ માફીયાઓને તંત્રના અધિકારીઓ છાવરતા હોવાથી કરોડો રૂપિયાની રોયલ્ટીની ચોરી થતી હોય રેતી માફીયાઓ સાથે સાથે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવી જરૂરી જણાય છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
