તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
શ્રી વિઠ્ઠલનાથજી ગણેશ યુવક મંડળ, સોનીવાડ, રાજપીપળાએ સુંદર મેસેજ સાથે ગણપતિ સ્થાપના કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : શ્રી વિઠ્ઠલનાથજી ગણેશ યુવક મંડળ, સોનીવાડ, રાજપીપળા દ્વારા આયોજિત 35 મો ગણેશ મહોત્સવ આ વર્ષે ઉજવાય રહ્યો છે, છેલ્લા સતત 11 વર્ષથી માટીથી બનેલી દાદાની પ્રતિમાની સ્થાપના થાય છે. આ વર્ષે આ મંડળ દ્વારા ગુરુકુળ શિક્ષા પ્રણાલી આધારિત થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે જેના દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે હવે ફરી થી ગુરુકુળ શિક્ષા આધારિત શિક્ષણ વ્યવસ્થા શરૂ થવી જોઈએ જેનાથી ભાર વગરનું શિક્ષણ મળે, ચોપડીયુ જ્ઞાન નહીં પરંતુ વ્યવહારુ શિક્ષણ બાળકોને મળે અને જીવનમાં ખુબ સારી રીતે આગળ વધી શકે. આવા શુભ આશય સાથે શ્રી વિઠ્ઠલનાથજી ગણેશ યુવક મંડળ, સોનીવાડ, એ ગણપતિ મહોત્સવની સાથે સાથે એક સુંદર મેસેજ પણ આપ્યો છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
