તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાનનો પ્રારંભ : તિલકવાડાના રેંગણ ગામે 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
રાજપીપળા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બેઠક મળી નવ નિયુક્ત તાલુકા શહેર પ્રમુખોનું સન્માન કરાયું

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવા પ્રમુખ રણજીત તડવીની અધ્યક્ષતામાં કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક રોડ મેપ તૈયાર કરવા અને સંગઠન મજબૂત કરવા એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં નાંદોદ તાલુકા.પ્રમુખ મુકેશ વસાવા અને શહેર પ્રમુખ કમલ ચૌહાણનું જિલ્લા પ્રમુખે સન્માન કરી સંગઠન ની કામગીરીમાં જોડાવવાની વાત કરી આ સાથે જન અધિકાર અભિયાન જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએ કરવાનો હોય તેનું પણ આયોજન આ બેઠકમાં કર્યું, એ અભિયાન તિલકવાડાથી શરૂ કરતા જે 200 જેટલા અન્ય પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી એ કરી હતી.
કોંગ્રેસ દ્વારા અત્યારે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે જિલ્લા મથકે બેઠક મળી હતી આ બેઠકની અંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી, નાંદોદ તાલુકા પ્રમુખ મુકેશ વસાવા, શહેર પ્રમુખ કમલ ચોહાણ, ગરૂડેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ તડવી સહિત કોંગ્રેસના કાર્યકરો આગેવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જમા જન અધિકાર અભિયાનને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો થનાર છે જે વિશે પણ ચર્ચાઓ થઈ હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા 2 થી 6 સપ્ટેમ્બર સુધી જન અધિકાર અભિયાન શરૂ થયું છે જેમાં કોંગ્રેસમાં નવા લોકોને જોડવા, નવા જોડાવા, તાલુકા જિલ્લા પંચાયત ની તૈયારી તેમજ વોટ ચોરીનો મુદ્દો કોંગ્રેસે ઉઠાયો છે એ તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા કાર્યકરો આગેવાનો સાથે મીટીંગ કરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં રેંગણ વાસણ 200 આપ ભાજપ માંથી કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત જિલ્લા પ્રમુખ કરી હતી
તારે આગામી દિવસોમાં ડેડીયાપાડા અને સાગબારા નો વિસ્તાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કેવડિયા વિસ્તારમાં પણ કોંગ્રેસ દ્વારા આવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જિલ્લા પ્રમુખ રણજીત તડવીએ જણાવ્યું હતું.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
