News of Tuesday, 2nd September 2025
સરકારી કાર્યક્રમો બાદ વિધાનસભાના ચોમાસુ સત્રમાંથી પણ મંત્રી બચુભાઈ ખવડની બાદબાકી
બચુભાઈ ખવડના પંચાયત વિભાગના પ્રશ્નોની છણાવટ કરવાની જવાબદારી કળષિ મંત્રી રાઘવજીભાઈને સોંપાઈઃ સત્ર દરમિયાન મનરેગા કૌભાંડ અને બચુભાઈ ખવડનો પ્રશ્ન વિરોધપક્ષ દ્વારા વિધાનસભા ગજાવશેઃ ભાજપની છબી વધુ ન ખરડાય એટલે બચુભાઈને ગેરહાજર રખાશે !

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨ મનરેગા કૌંભાંડમાં પોતાના પુત્રો અને ભાણેજની સંડોવણી બાદ તેમની ધરપકડથી મંત્રી બચુભાઈ ખવડને તો ઠીક ભાજપને પણ નીચા જોણુ થયું છે ત્યારે કૌંભાડ બાદ બચુભાઈ ખવડની એક સિવાય તમામ સરકારી કાર્યક્રમમાંથી બાદબાકી કરવામાં આવી હતી હવે વિધાનસભાના આગામી દિવસોમાં મળનાર ચોમાસુ સત્રમાંથી પણ બાદબાકી કરી દેવામાં આવી છે !
આગામી સોમવારથી ત્રણ દિવસ વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે વિધાનસભામાં બચુભાઈ ખવડની હાજરીથી વિરોધ પક્ષોને વિરોધ કરવાનું બળ ન મલે અને ભાજપને પણ મનરેગા કૌંભાડના લીધે નીચા જોણું ન થાય તે માટે બચુભાઈ ખવડને સત્રમાં ગેરહાજર રાખવામાં આવશે અને તેમના વિભાગની સઘળી જવાબદારી કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને સોંપવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે જોકે આમ છતાં હજુ સરકારી રેકર્ડ ઉપર પંચાયત મંત્રી તરીકેથી તેમને દૂર કરવામાં નથી આવ્યા.
ઉલ્લેખનીય છે કે દાહોદમાં મનરેગા કૌંભાડમાં બચુભાઈ ખવડના પુત્રો અને ભાણેજ દ્વારા ગત એપ્રિલમાં સરકારી અધિકારીઓ સાથે મળીને લાખો રૂપિયાનું કૌંભાડ આચાર્યાનું બહાર આવ્યા બાદ ભાજપ સરકારની છબી ખરડાઈ હતી ત્યારે હવે વિધાનસભાના સત્ર દરમિયાન પણ વિરોધ પક્ષો દ્વારા આ પ્રશ્ન ઉઠાવી છબી વધુ ન ખરડાય અને ભાજપ દ્વારા આ પ્રશ્નો પ્રતિષ્ઠા બચાવવા વિધાનસભાના સત્રમાં બચુભાઈ ખવડને ગેરહાજર રાખવાનું યોગ્ય માન્યું છે. આમ પણ આપ અને કોંગ્રેસ સત્ર દરમિયાન મનરેગા કૌંભાડ,રસ્તામાં પડી ગયેલા ખાડા અને બીજા પ્રશ્નોને લઇ સરકારને ધેરવાની યોજના બનાવી રહ્યું છે ત્યારે વિધાનસભામાં બચુભાઈ ખવડની હાજરી બળતામાં ઘી હોમવા જેવી થાય.
મનરેગા કૌંભાડ બહાર આવ્યા બાદ બચુભાઈ ખવડની એક માત્ર ગત ૩૧ જુલાઈએ દાહોદમાં યોજાયેલા સંપૂર્ણતા અભિયાન હેઠળના સરકારી કાર્યક્રમમાં હાજર રખાયા હતા આ સિવાય ગત ૧૫ મી ઓગસ્ટના ધ્વજ વંદન સહિતના તમામ કાર્યક્રમમાંથી તેમને અળગા રખાયા હતા.
બચુભાઈ ખવડને સત્રમાં ભલે ગેરહાજર રાખવામાં આવે પરંતુ વિરોધ પક્ષો દ્વારા આ કૌંભાડ વિશેની ચર્ચાઓને ભાજપ રોકી નહીં શકે તેવુ કોગ્રેસના સુત્રો દ્વારા જાણવા મળયુ છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
