<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનો પાટાડુંગરી ડેમ છલકાયો :જળસપાટી 170.90 મીટરે પહોંચી

ભારે વરસાદ અને ઉપરવાસથી આવકના કારણે પાટાડુંગરી ડેમ છલકાયો

દાહોદના ગરબાડા તાલુકાનો પાટાડુંગરી ડેમની સપાટી 170.90 મીટરે પહોંચી છે. ભારે વરસાદ અને ઉપરવાસથી આવકના કારણે પાટાડુંગરી ડેમ છલકાયો છે. પાટા ડુંગરી ડેમના આ આકાશી દ્રસ્યો નયનરમ્ય નજારો રજૂ કરી રહ્યા છે. ખળખળ વહેતી ખાન નદીના જળ અને ડેમમાં છાલક મારતુ પાણી મનોરમ્ય દ્રશ્યો સર્જે છે. હરિયાણા ખેતરો વૃક્ષો અને લીલુડી ધરતી વચ્ચે છલકતા ડેમનો આ પ્રાકૃતિક નજારો કોઈનું પણ મન મોહી લે તેવો છે.

(1:37 PM IST)