<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

ગુજરાત ભાજપના તમામ સાંસદોને શનિવાર સાંજથી ૪ દિ' દિલ્‍હીમાં જ રહેવા માટે આદેશ

ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણી સંદર્ભે એન.ડી.એ.ના બધા સાંસદો પર હાઇકમાન્‍ડની નજર

રાજકોટ, તા. રઃ ભારતના ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણી તા. ૯ મંગળવારે નવી દિલ્‍હીમાં યોજાનાર છે. જેમાં એન.ડી.એ. અને ઇન્‍ડિયા રાજકીય ગઠબંધન વચ્‍ચે સ્‍પર્ધા છે. ભાજપ હાઇકમાન્‍ડે ગુજરાતના ૩પ સહિત દેશના પાર્ટીના તમામ સાંસદોને શનિવાર સાંજથી આવતા મંગળવારે ચૂંટણી પૂર્ણ થાય ત્‍યાં સુધી દિલ્‍હીમાં જ મુકામ કરવા સૂચના આપી છે. તે મુજબ ગુજરાતના ભાજપના સાંસદો શનિવાર સાંજે ૬ વાગ્‍યા સુધીમાં દિલ્‍હી પહોંચી જશે.

ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજયસભાના સભ્‍યો મતાધિકાર ધરાવે છે. ગુજરાતમાં લોકસભામાં ભાજપના રપ અને રાજયસભાના ૧૦ સભ્‍યો છે. તે બધાને આ સૂચના લાગુ પડશે. તા. ૮ મીએ સાંજે એન.ડી.એ. ના બધા સાંસદો સાથે વડાપ્રધાનને ત્‍યાં ભોજન સમારંભ યોજાયેલ છે એન.ડી.એ.ની સ્‍પષ્‍ટ બહુમતી છતા ભાજપ હાઇકમાન્‍ડ કોઇ કચાશ રાખવાના મુડમાં નથી. તા. ૯ મી એ બેલેટ પેપરથી ચૂંટણી અને તેજ દિવસે મત ગણતરી છે.(

(11:45 AM IST)