તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
અમદાવાદથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જવા માટે GSRTC બસની સુવિધા :ઓનલાઇન બુકીંગ કરાવી શકો
અમદાવાદથી અંબાજી જવા માટે અત્યારે GSRTCની વોલ્વો, એક્સપ્રેસ, સ્લીપર અને ગુર્જરનગરી સહિતની અલગ અલગ રુટની 45થી વધુ બસોની ટ્રિપ

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ગઈ છે. પહેલાં દિવસે 3.35 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કર્યા છે. ત્યારે અમદાવાદથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જવા જતાં લોકો માટે અમે GSRTC બસની સેવા ઉપલબ્ધ છે .
મહત્ત્વનું છે અમદાવાદથી અંબાજી જવા માટે અત્યારે GSRTCની વોલ્વો, એક્સપ્રેસ, સ્લીપર અને ગુર્જરનગરી સહિતની અલગ અલગ રુટની 45થી વધુ બસોની ટ્રિપ છે. જેનું એક વ્યક્તિદિઠ ઓછામાં ઓછું ભાડું 155 રૂપિયા અને વધુમાં વધુ 430 રૂપિયા ભાડુ છે. યાત્રીકો GSRTCની સાઈટ અને એપ્લિકેશન દ્વારા ટિકિટ બૂક કરાવી શકે છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
