તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
બારડોલીમાં કલર કામની ફેકટરીમાં ભીષણ આગઃ બે કામદારો ભડથુ
ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્તઃ ભારે નુકશાન

સુરત તા. રઃ બારડોલી નજીક આવેલી એક કલર કામની ફેકટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે કામદારોના મોત થયા હોવાનું અને અંદાજે ૧પ થી ર૦ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
આજે સવારે ફેકટરીમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં તેણે આખી ફેકટરીને પોતાની લપેટમાં લઇ લીધી હતી. ફેકટરીમાં રહેતા જ્વલશીલ પદાર્થોને કારણે આગ વધુ પ્રસરી હતી.
આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે. શોધ અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગને કારણે ફેકટરીને ભારે નુકસાન થયું છ.ે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. (૭.૧૯)
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
