<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

સુરતમાં નેઈલ પોલીશના કારખાનામાં આગ બાદ વોચમેનનું મોત : બેભાન હાલતમાં મળ્યા બાદ સારવાર મળે તે પહેલા મોત

અમરોલીના ન્યુ કોસાડ રોડ પર પ્રગતિ ઈકો પાર્કમાં એક બિલ્ડિંગમાં ત્રીજા માળે અને ચોથા માળે એમ બે માળમાં નેઇલ પોલીશનું કારખાનું: ચોથા માળે વોચમેન બેભાન મળ્યો

સુરતના છેવાડે આવેલા અમરોલી ન્યૂ કોસાડ રોડ પર બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા નેઇલ પોલીશના કારખાનામાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગ નો મોટો કાપલો ધસી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો

સુરતના છેવાડે આવેલા અમરોલીના ન્યુ કોસાડ રોડ પર પ્રગતિ ઈકો પાર્કમાં એક બિલ્ડિંગમાં ત્રીજા માળે અને ચોથા માળે એમ બે માળમાં નેઇલ પોલીશનું કારખાનું આવેલું છે. જે જેમીશ વિરડીયા નામના યુવક દ્વારા આ કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે. આ કારખાનામાં નાની કાચની બોટલમાં નેઇલ પોલીશ ભરવામાં આવે છે. રાત્રિના સમયે કામ ચાલી રહ્યું હતું દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. કેમિકલ વાળા નેઇલ પોલીશના કારણે જોતજોતામાં જ આગે વિકરાળરૂપ ધારણ કરી લીધો હતો.

આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાપલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વરિયાવ કતારગામ, મોટા વરાછા, મોરા ભાગળ, સરથાણા અને ડભોલી ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કેમિકલ હોવાના કારણે પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી રહી ન હતી. આ સાથે જ આ બિલ્ડિંગમાં રહેલો એક વોચમેન પણ મળી રહ્યો ન હતો. દરમિયાન બીજા કે ત્રીજા માળે રહેલા વોચમેનની શોધખોળ કરવામાં આવતા ચોથા માળે ગેલેરીમાંથી વોચમેન બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને ફરજ પરના તબિયત દ્વારા અમૃત જાહેર કરાયો હતો.

(10:50 PM IST)