તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st August 2025
એક ઘંટા ખેલ કે મેદાન મેં, હર ગલી હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન ના સ્લોગન સાથે...
રાજપીપળા વિજય ટેનિસ ક્લબ માં ટેનિસ રમતા યુવાનો એ સ્પોર્ટ ડે ની ઉજવણી કરી

( ભરત શાહ દ્વારા : નર્મદા: મેજર ધ્યાનચંદજી ની જન્મજયંતિ નિમિત્તે રાજપીપળા એસટી ડેપો પાછળ આવેલ વિજય ટેનિસ ક્લબ ના ખેલાડીઓ એ સ્પોર્ટ ડે ની ઉજવણી કરી પ્રતિજ્ઞા લીધી હતી.
‘ એક ઘંટા ખેલ કે મેદાન મેં!! હર ગલી હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન ‘ ના સ્લોગન સાથે વિજય ટેનિસ ક્લબ ના ખેલાડીઓ એ મેજર ધ્યાનચંદજી જન્મજયંતિ નિમિત્તે
ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત અને રાષ્ટ્રીય ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લા માં સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે આ ઉજવણી કરવામાં આવી, ત્રિદિવસીય ઉજવણીમાં ટેનિસ ક્લબ ના ખેલાડીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિજય ટેનિસ ક્લબ મા નિયમિત ટેનિસ રમતા ખેલાડી અને આ ક્લબ ના સેક્રેટરી હેમરાજસિહ રાઠોડે જણાવ્યું કે આજના મોટાભાગના યુવાનો મોબાઈલ માં વ્યસ્ત રહે છે, પરંતુ જીવન માં રમત પણ ખૂબ જરૂરી છે કેમ કે આજના ફાસ્ટ ફૂડ ના જમાના માં નાના નાના બાળકો કે યુવાનો ને હાર્ટ એટેક આવવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે તેવામાં કસરત જ એકમાત્ર વિકલ્પ છે કેમકે તેનાથી શરીર તંદુરસ્ત રહે છે અને શારીરિક, માનસિક તંદુરસ્તી મળે છે માટે મારી આજના યુવા વર્ગ ને અપીલ છે કે રાજપીપળા એસટી ડેપો પાછળ આવેલ વિજય ટેનિસ ક્લબ માં આવી ટેનિસ રમો અને સ્વસ્થ રહો.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
