તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st August 2025
નર્મદા સંકલનમાં સાંસદ મનસુખભાઈ વસાવા અકળાયા : સિવિલ હોસ્પિટલમાં 3 બાળકોના મોતમાં બેદરકારી સહીત મનરેગાના પ્રશ્નો ઉઠાવ્યા

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લા મુખ્ય મથક રાજપીપળામાં જિલ્લા સેવાસદ ખાતે સંકલન ની બેઠક ડીડીઓ આર.વી.વાળાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી સહીત આધિકારીઓ, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લામાં વિકાસના કામો અને રોડ રસ્તા પાણી બાબતની ચર્ચા ચાલતી હતી. જેમાં સંસદ મનસુખભાઈ વસાવાએ મનરેગાની કામગીરી ચાલુ થાય, સાથે યાલ મોવી બ્રીજની સમસ્યા વધુ હોય તેનું તાત્કાલિક ધોરણે ખાત મુહર્ત કરી કામગીરી ચાલુ થાય, આ સાથે ટ્રાયબલ યુનિર્વસિટી ના બિલ્ડીંગ નું કામ ઘણા સમયથી ચાલતું હોય રસ્તાઓ પર પડેલા ખાડા રિપેર કરવા, શાળાઓના ઓરડા બનાવવા અંગે અધિકારીઓ ને સૂચના આપી હતી. સાંસદ મનસુખભાઈ વસાવા એ અધિકારીઓ ને પલાખા પૂછતા અધિકારીઓ માં સન્નાટો છવાયો હતો.જંગલ જમીન ખેડતા અટકાવવા જતા વન વિભાગના અધિકારીઓ ને ગરીબોને હેરાન નહિ કરવા સાંસદે સૂચના આપી હતી. રાજપીપલા સરકારી હોસ્પિટલ માં 3 જન્મજાત બાળકો ના મોત પર પ્રશ્ન ઉઠાવ્યો, હોસ્પિટલમાં કાળજી ન લેવાતા મોત ના આંકડા વધી રહ્યા છે, જિલ્લાનું આરોગ્ય સારામાં સારું હોવું જોઈએ, ૭ વર્ષ થી ટ્રાઇબલ યુનિવર્સિટી કાર્યરત છે પરંતુ વિધાર્થીઓને ભાડાના મકાનોમાં રહેવું પડે છે . એ શરમજનક વાત છે. ટ્રાઇબલ યૂનવર્સીટી બની ને તૈયાર છે પણ અધિકારીઓની બેદરકારી ને કારણે ચાલુ નથી કરવામાં આવતી.આવનારા દિવસો માં હું વિઝીટ લઇસ કોઈપણ સંજોગોમાં આ આદિવાસી વિદ્યાર્થીઓનું ભણતર સુધરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
