તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st August 2025
દેડિયાપાડા તાલુકાના મગરદેવ ગામમાં ભારે વરસાદમાં મકાન તૂટી પડતા મોટું નુકશાન

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લામાં હાલ ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે સરદાર સરોવર નર્મદા અને કરજણ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં દેડિયાપાડાના શિયાલી ગામના બે બાળકો પાણી માં તણાઈ જતા મોતને ભેટ્યા હતા અને દેડિયાપાડા તાલુકાના જ મગરદેવ ગામમાં એક વ્યક્તિનું ભારે વરસાદના કારણે ઘર તૂટી પડતા તમામ સામાન નુકશાન થયું હતું
મળતી વિગતો અનુસાર દેડિયાપાડા તાલુકાના મગરદેવ ગામમા ભારે વરસાદ ના કારણે ભરતભાઇ દમણીયાભાઈ વસાવાનું ઘર પડી જતા ઘર માં મૂકેલ બધું અનાજ વરસાદના પાણીમાં બગડી ગયું છે. ઘરવખરીને પણ નુકસાન થયું થતા ભરતભાઈ વસાવા આર્થિક રીતે ભાંગી પડ્યા છે, અને તંત્ર દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા તેમને મદદ મળે તેવી આશા સેવી રહ્યા છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
