તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st August 2025
સુર, સાહિત્ય અને સંસ્કૃતિ નો સમન્વય એટલે ડાયરો: રાજપીપળા રજપૂત ફળીયામાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ડાયરાનું આયોજન થયું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, રાજપીપળામાં ઠેર ઠેર નાના મોટા મળી ૧૦૦ થી વધુ પ્રતિમાઓની સ્થાપના કરાઈ છે જેમાં રજપૂત યુવક મંડળ રાજપીપળા દ્વારા પણ રાજપૂત ફળીયામાં દુંદાળા દેવની સ્થાપના થઈ હોય, શનિવારે રાત્રે રાજપૂત યુવક મંડળ દ્વારા જોરદાર ડાયરાનું આયોજન કરવામાં આવું જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને લોકો એ હાજર રહી ડાયરાની મઝા માણી હતી.
ગણપતિ મહોત્સવ નિમિત્તે રાજપૂત યુવક મંડળ, રાજપીપલા દ્વારા ડાયરાનું સુંદર આયોજન રાજપૂત ફળિયા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા ભાજપ જિલ્લા પ્રમુખ નીલભાઇ રાવ, ભાજપ શહેર પ્રમુખ અજીતભાઇ પરીખ, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર, નગરપાલિકા સદસ્યો , ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સિદ્ધેશ્વર સ્વામીજી, રાજપીપલા ટાઉન P.I. ગઢવી સાહેબ, L.C.B. P.I. ચૌધરી સાહેબ તેમજ રાજપીપલાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.અને ડાયરા ની મઝા લીધી હતી. સમગ્ર કાર્યક્રમ નું આયોજન રાજપીપળા નગરપાલિકા ના કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
