<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

સેલંબામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર યુવાનને થાંભલે બાંધી, તાલિબાની સજા કરતી મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ

ત્રણ મહિલા અને એક યુવક વિરુદ્ધ ફરિયાદ થતા સાગબારા પોલીસે કાર્યવાહી કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા જિલ્લાના સેલંબામાં પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર યુવાનને તાલીબાની સજા મળી હતી.સેલંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય સહિત ચાર લોકોએ એને થાંભલે બાંધી ઢોર માર માર્યો હતો. સાગબારા પોલીસ મથકમાં આ મુદ્દે  ચાર વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. એક બાજુ નર્મદા જિલ્લા પોલીસ વડા  તરીકે વિશાખા ડબરાલ ચાર્જ સંભાળી રહ્યા હતા.  તો બીજી બાજુ એ જ સમયે દીપક કોળીને થાંભલે બાંધી ઢોર માર મરાઈ રહ્યો હતો. ત્યારે નર્મદા જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા આ તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવે એવી લોક માંગ ઉઠી હત.

      સેલંબા ગામના 37 વર્ષના દીપક તુકારામ કોળીએ સેલંબામાં પીએમ આવાસ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય એ મુદ્દે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને લેખિત રજુઆત કરી હતી. સાગબારા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સેલંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય વિશાખાબેન કિરણ તડવી તથા અન્ય એક મહિલા કંચનબેન દિવ્યેશ તડવી કેટલીક મહિલાઓ સાથે દીપક તુકારામ કોળી પાસે આવ્યા હતા.અને તુ કેમ અમારા આવાસો કેન્શલ કરાવે છે.  એમ કહી ગમે તેમ ગાળો ભાંડી તે બાદ સુભાષ વાસુ વસાવાના ઘર નજીક દીપકને થાંભલા સાથે બાંધી ઢોર માર માર્યો હતો. સાથે દિવ્યેશ વિનોદ તડવી, હંસાબેને વિવેકભાઈ તડવીએ પણ દીપકને ઢોર માર માર્યો હતો. માર માર્યા બાદ એ તમામ લોકોએ દીપકને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. અને આખા ગામ માં દોડાવી દોડાવી માર માર્યો હતો. આ ઘટના બાદ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં દીપકને નજીકના સરકારી દવાખાનામાં સારવાર માટે  દાખલ કરાયો હતો જ્યાંથી એને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ  હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
    પોલીસ અધિક્ષક ને તેમની પત્ની સાથે રજૂઆત કરી હતી. અને પોલીસ અધિક્ષક દ્વારા તેમને સાંત્વના આપવા માં આવી હતી. કે તમે ઘરે જાવ પોલીસ તમને પૂરેપૂરું  પ્રોટેક્શન આપશે.
દીપકના નાના ભાઈ રાહુલ કોળીએ જણાવ્યું હતું કે મારા ઘરની લાઈટો પણ એ લોકોએ કાપી નાખી હતી. લાઈટો કેમ બંધ થઈ એ જોવા હું બહાર ગયો તો મને પણ પકડીને અંધારામાં ટોળાએ ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો જે લોકો ઉતારતા હતા એમની સાથે પણ ટોળાએ દાદાગીરી કરી હતી. અને કોઈ આપશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ સમગ્ર પ્રકરણ માં દીપક કોળી ને માર મારનાર ત્રણ મહિલા અને એક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સાગબારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:27 PM IST)