<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

દુધધારા ડેરીની ચૂંટણી જાહેર થતાંજ નર્મદા જિલ્લાના સહકારી કાર્યકરોની દોડધામ: ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલ સામે ડેરીના વર્તમાન અધ્યક્ષની પેનલ ટકરાશે

પ્રદેશ ભાજપ તરફથી મેન્ડેટ જાહેર થતા કાર્યકરોમાં નારાજગી .

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા અને ભરૂચ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન દુધધારા ડેરીની 15 બેઠકો માટેની ચૂંટણી જાહેર થતાં જ સહકારી કાર્યકરોની દોડધામ વધી જવા પામી છે .

    પ્રાપ્ત માહિતી મુજબ દુધધારા ડેરી ની ચૂંટણી જાહેર થતાંજ " પહેલો ઘા રણા નો " એ હિસાબે પીઢ સહકારી આગેવાન અને ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ તેમની પેનલ ની જાહેરાત કરી ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે . ત્યારે 17 વર્ષથી ડેરી માં સત્તા ભોગવતા. અધ્યક્ષ એવા નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલને ભાજપના જ પીઢ અગ્રણી અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પડકારતા ડેરીની આ ચૂંટણી રસપ્રદ બની રહેશે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી .આર . પાટીલ ના ઘનશ્યામ પટેલ પર ચાર હાથ હોવાનું કહેવાય છે અને તેથીજ ઘનશ્યામ પટેલે. અરૂણસિંહ ની પેનલ સામે ભાજપ ના ઉમેદવારો ના મેન્ડેટ મેળવી અરૂણસિંહ રણા ની જાહેર થયેલ પેનલના ત્રણ ઉમેદવારોનો સમાવેશ કરી અપસેટ સર્જ્યો છે, જાણકારોના કહેવા મુજબ સહકારી સંસ્થાઓમાં પક્ષનું રાજકારણ કે ચિન્હ હોતું નથી તો ભાજપ છાવણી ની ચર્ચા મુજબ મેન્ડેટ પહેલા બંને જિલ્લાના પક્ષ પ્રમુખ , સાંસદ કે ધારાસભ્યો ને વિશ્વાસ માં લેવાયા નથી જેને લઈને ભાજપ કાર્યોકરો માં નારાજગી જોવા મળે છે. અરૂણસિંહ રણા ના ઉમેદવારો મેન્ડેટ ની પરવા કર્યા વગર ચૂંટણી લડી લેવાના મૂડ માં છે અને જો આમ થશે તો રાજકોટ ની જેમ દુધધારા ડેરી માં પણ જયેશ રાદડિયા વાળી થશે તેવી ચર્ચા ચાલી રહી છે

 

(10:23 PM IST)