તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st August 2025
રાજપીપળામાં ગણપતિજીની નાની પ્રતિમાઓનું 5માં દિવસે વિસર્જન

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં નાના ગણપતિની પ્રતિમાઓનું આજે 5માં દિવસે વાજતે ગાજતે વિસર્જન કરજણ નદીમાં કરવામાં આવ્યું હતું. એક પછી એક નાના ગણપતિના વરઘોડા લારી, ફોર વ્હીલ કે પગપાળા કાઢી કરજણ નદી કિનારે શાંતિ પૂર્વક રીતે 50થી વધુ ગણપતિની નાની અને મધ્યમ સાઈઝની પ્રતિમાઓનું વિસર્જન થયું હતું જેમાં રાજપીપળા નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓએ કરજણ નદી કિનારે પ્રતિમા પધરાવવા ખડે પગે સેવા આપી હતી
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
