<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

ધોધમાર વરસાદથી પંચમહાલના શહેરામાં ખોજલવાસા ગામના બારીયા ફળિયામાં મકાન ધરાશાયી: મહિલાનું મોત

ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થતાં સૂઈ રહેલી મહિલાનું દબાઈ જતા મોત થયું:ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થતાં સૂઈ રહેલી મહિલાનું દબાઈ જતા મોત થયું

પંચમહાલના શહેરામાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદને કારણે કાચું મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું છે. શહેરા તાલુકાના ખોજલવાસા ગામના બારીયા ફળિયામાં મકાન ધરાશાયી થયું હતુ. રાત્રી દરમિયાન મહિલા મકાનમાં સુઈ રહ્યા હતા તે સમય દરમિયાન ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થતાં સૂઈ રહેલી મહિલાનું દબાઈ જતા મોત થયું હતું. ખોજલવાસા ગામની 42 વર્ષીય કૈલાશબેન મહેશભાઈ બારીયાનુ કાચુ મકાન ધરાસાઈ થવાથી દબાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા થયું મોત. ઘટનાને લઈ સરપંચ અને તલાટી સહિતનાઓને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લઈ કાર્યવાહી હાથ ધરી હતી .

(7:37 PM IST)