<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

વડોદરાના ડભોઈના અંગુઠણમાં નદીના પાણી ઘૂસ્યા: ઢાઢર નદીના પાણી કોઝ-વે પર ફરી વળતા રસ્તો બંધ

ઢાઢર નદીના પાણી બનૈયા ગામમાં ફરી વળ્યા, મુખ્ય માર્ગ ઉપર એક કિમી સુધી પાણી ભરાયા, રાજલીથી બનાયા જવાના રસ્તે નદીના પાણી ભરાયા.

વડોદરા : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના અંગુઠણ ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે , ઢાઢર નદીના પાણી કોઝ-વે પર ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો છે,  મંડાળા, ઠીકરીયા, સેજપુરાને જોડતો રસ્તો પણ બંધ થયો છે, બીજીતરફ છત્રાલ, કોઠારા નારિયા જેવા ગામને જોડતો માર્ગ બંધ કરાયો છે ...ઢાઢર નદીના પાણી બનૈયા ગામમાં ફરી વળ્યા હતા , મુખ્ય માર્ગ ઉપર એક કિમી સુધી પાણી ભરાયા હતા , રાજલીથી બનાયા જવાના રસ્તે નદીના પાણી ભરાયા હતા .

 

(7:16 PM IST)