<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

સાંજે 4 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ સૌથી વધારે કડાણામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

સિંગવડમાં અઢી ઈંચ અને દેત્રોજ-રામપુરામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો: રાજયના 10 તાલુકામાં 1 ઈંચથી વધુનો વરસાદ વરસ્યો

અમદાવાદ :હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં 107 તાલુકામાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. સૌથી વધારે મહિસાગરના કડાણામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. 

ગુજરાતમાં સવારના 6 વાગ્યાથી  બપોરના 4 વાગ્યા સુધીમાં  107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે મહિસાગરના કડાણામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. સિંગવડમાં અઢી ઈંચ અને દેત્રોજ-રામપુરામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. 10 તાલુકામાં 1 ઈંચથી વધુનો વરસાદ વરસ્યો છે. ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. ધોધમાર વરસાદને કારણે ખેડતીના પાકને નવજીવન મળ્યું છે.

ગુજરાતમાં 31 ઓગસ્ટના રોજ સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે મહિસાગરના કડાણામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. સિંગવડમાં અઢી ઈંચ અને દેત્રોજ - રામપુરામાં દોઢ ઈંચ વરસાદ જ્યારે  7 તાલુકામાં 1 ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે. 

 

(5:43 PM IST)