તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th August 2025
મેજર ધ્યાનચંદજી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં બીજા દિવસે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત અને રાષ્ટ્રીય ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે બીજા દિવસે પોલીસ હેડ ક્વાર્ટર જીતનગર ખોતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
ત્રિદિવસીય ઉજવણીના બીજા દિવસે પોલીસ જવાનો માટે રસ્સાખેંચ, વોલીબોલ, સંગીત ખૂરસી, દોરડા કૂદ, લીંબુ ચમચી જેવી રોમાંચક સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ મહિલા અને ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, નાયબ પોલીસ અધિક્ષક પી. આર. પટેલ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
